Stock Market Closing: શેરબજારમાં હરિયાળી, અદાણી ગ્રુપના શેર્સમાં ઉછાળો
Closing Bell: અમેરિકાની ફેડે વ્યાજ દર વધારતાં આજે સવારે ફ્લેટ શરૂઆત થઈ હતી. જે બાદ માર્કેટે વેગ પકડ્યો હતો અને દિવસના અંતે તેજી સાથે બંધ થયું હતું.
Stock Market Closing, 4th May 2023: ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ શાનદાર રહ્યો. ગુરુવારે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું. અમેરિકાની ફેડે વ્યાજ દર વધારતાં આજે સવારે ફ્લેટ શરૂઆત થઈ હતી. જે બાદ માર્કેટે વેગ પકડ્યો હતો અને દિવસના અંતે તેજી સાથે બંધ થયું હતું. અદાણી ગ્રુપના શેર્સમાં આજે ઉછાળો આવ્યો છે. આજના ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 275.16 લાખ કરોડ થઈ છે.
આજે કેટલો થયો વધારો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 555.95 પોઇન્ટના વધારા સાથે 61749.25 પોઇન્ટ પર અને નિફ્ટી 165.95 પોઇન્ટના વધારા સાથે 18255.80 પોઇન્ટ પર બંધ થયા. બુધવારે સેન્સેક્સ આજે 161.41 પોઇન્ટના ઘટાડા સાથે 61193.30 પોઇન્ટ અને નિફ્ટી 57.8 પોઇન્ટના ઘટાડા સાથે 18089.85 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 242.27 પોઇન્ટના વધારા સાથે 61,354.71 પોઇન્ટ પર અને નિફ્ટી 82.65 પોઇન્ટ વધીને 18147.65 પોઇન્ટ પર બંધ થયા હતા.
આજે કેમ આવી તેજી
બેન્કિંગ અને NBFC શેરોમાં જબરદસ્ત ખરીદીને કારણે ભારતીય શેરબજારમાં આજે તેજી આવી હતી. મોટાભાગના સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સેક્ટર અપડેટ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે માત્ર એફએમસીજી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેર વધીને અને 13 ઘટીને બંધ રહ્યા હતા.
વધેલા-ઘટેલા શેર્સ
આજના વેપારમાં, બજાજ ફાઇનાન્સ 3.43%, HDFC 2.64%, HDFC બેંક 2.08%, બજાજ ફિનસર્વ 2.06%, એશિયન પેઇન્ટ્સ 1.82%, SBI 1.72%, TCS 1.26%, રિલાયન્સ 1.16% ના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક 0.98 ટકા, નેસ્લે 0.76 ટકા, ટાટા મોટર્સ 0.65 ટકા, ITC 0.62 ટકા, પાવર ગ્રીડ 0.40 ટકા ઘટીને બંધ થયા છે.
રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત ઉછાળો
આજના કારોબારમાં શેરબજારમાં આવેલી તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 275.16 લાખ કરોડે પહોંચ્યું હતું, જે બુધવારે રૂ. 273.24 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.92 લાખ કરોડનો વધારો થયો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
NSE નિફ્ટી 50 15.25 પોઈન્ટ અથવા 0.08% વધીને 18,105.1 પર અને BSE સેન્સેક્સ 25.38 પોઈન્ટ અથવા 0.04% વધીને 61,218.68 પર ખુલ્યા હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE Sensex | 61,749.25 | 61,797.91 | 61,119.56 | 0.91% |
BSE SmallCap | 29,399.50 | 29,433.66 | 29,168.36 | 0.83% |
India VIX | 11.73 | 12.03 | 11.19 | -0.91% |
NIFTY Midcap 100 | 32,374.35 | 32,399.35 | 32,227.70 | 0.58% |
NIFTY Smallcap 100 | 9,809.80 | 9,821.30 | 9,750.25 | 0.79% |
NIfty smallcap 50 | 4,478.50 | 4,490.55 | 4,462.05 | 0.57% |
Nifty 100 | 18,099.75 | 18,110.30 | 17,923.45 | 0.88% |
Nifty 200 | 9,516.00 | 9,521.70 | 9,430.45 | 0.84% |
Nifty 50 | 18,255.80 | 18,267.45 | 18,066.70 | 0.92% |