Stock Market Closing: ચૂંટણી પરિણામ અને બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે તેજી સાથે બંધ થયું ભારતીય શેરબજાર
Closing Bell: ચૂંટણી પરિણામ અને બેંકિંગ શેરમાં ખરીદીના કારણે શેરબજાર વધારા સાથે બંધ થયું છે.
Stock Market Closing, 8th December, 2022: ગુરુવારે ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 160 પોઈન્ટના વધારા સાથે 62,570 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 48 પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી.
ઘટાડા સાથે થઈ હતી શરૂઆત
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા હતા. નિફ્ટી 18550ની નીચે આવી ગયો હતો. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ અડધા ટકા તૂટ્યો હતો. નાણાકીય સૂચકાંક પણ લાલ નિશાનમાં છે. બેંક, ઓટો ઈન્ડેક્સ લગભગ સપાટ હતા. મેટલ, ફાર્મા અને રિયલ્ટી સહિતના અન્ય મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં દેખાઈ રહ્યા હતા.
લેન્ડમાર્ક કાર્સનો IPO 13 ડિસેમ્બરે ખુલશે
પ્રીમિયમ ઓટોમોટિવ રિટેલર કંપની લેન્ડમાર્ક કાર 13 ડિસેમ્બરે તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સાથે આવી રહી છે. ઇશ્યૂ 15 ડિસેમ્બરે બંધ થશે. આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 481-506 નક્કી કરવામાં આવી છે. આમાં રોકાણ કરવા માટે, તમારે ઓછામાં ઓછા 29 શેર માટે બિડ કરવી પડશે, તે પછી તમે 29 શેરના ગુણાંકમાં બિડ કરી શકો છો.
ઝોમેટો પછી સ્વિગીમાં પણ છટણી
ઝોમેટો પછી, અન્ય ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગી કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. સ્વિગી લગભગ 250 કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી શકે છે, જે કુલ કર્મચારીઓના 3 થી 5 ટકા છે. તે જ સમયે, રિપોર્ટ અનુસાર, છટણીની સંખ્યામાં વધારો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સપ્લાય ચેઇન, ઓપરેશન્સ, ગ્રાહક સેવા અને ટેક્નોલોજીની ભૂમિકા સાથે સંકળાયેલા લોકોને આ છટણીથી અસર થશે. ઈકોનોમિક ટાઈમ્સ અનુસાર, સ્વિગીએ ઈમેલના જવાબમાં કહ્યું કે હાલમાં કોઈ છટણી નથી પરંતુ ભવિષ્યમાં અથવા આ મહિનામાં છટણીની શક્યતા નકારી શકાય નહીં. સ્વિગીએ કહ્યું છે કે, અમે ઓક્ટોબરમાં અમારું પ્રદર્શન ચક્ર સમાપ્ત કર્યું છે અને તમામ સ્તરે રેટિંગ અને પ્રમોશન આપ્યા છે. કંપનીએ કહ્યું કે દરેક સાઈકલમાં પરફોર્મન્સના આધારે અમે લોકો બહાર નીકળવાની અપેક્ષા રાખીએ છીએ.