Stock Market Closing: શેરબજાર માટે શુકનવંતો સાબિત થયો સોમવાર, રોકાણકારોની સંપત્તિમાં અધધ વધારો
Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ શાનદાર તેજીમય રહ્યો. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો.
Stock Market Closing, 8th May 2023: ભારતીય શેરબજાર માટે સોમવારનો દિવસ શાનદાર સાબિત થયો. શુક્રવારે થયેલા 700થી વધુ પોઇન્ટના કડાકા બાદ આજે બજારમાં રિકવરી આવી. શેરબજારમાં આજના ઉછાળા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને લાખ કરોડ પહોંચી, જે શુક્રવારે 273.76 લાખ કરોડ હતી. એટલે કે એક જ દિવસમાં 2.36 લાખ કરોડનો વધારો થયો છે. આજે તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા.
આજે કેટલો આવ્યો ઉછાળો
સેન્સેક્સમાં આજે 709.96 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. જેની સાથે 61,764.25 પોઇન્ટ પર બંધ થયો. નિફ્ટી પણ 195.4 પોઇન્ટના વધારા સાથે 18264.40 પોઇન્ટ પર બંધ થયા.
બેંકિંગ શેરોમાં ઉછાળો
આજે બેંક શેરોની જબરદસ્ત ઉડાનથી શેરબજારને પાંખો મળી અને સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો તેનું પરિણામ છે. આજે બેન્ક નિફ્ટી 622 અંક એટલે કે 1.46 ટકાના ઉછાળા સાથે 43,284 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ પણ 327 પોઈન્ટ વધીને 1.02 ટકાની સપાટીએ બંધ રહ્યો હતો.
સેન્સેક્સના 30માંથી 27 શેર વધ્યા
સેન્સેક્સના 30માંથી 27 શેરોમાં મજબૂત ઉછાળા સાથે ટ્રેડિંગ બંધ થયું છે અને માત્ર 3 શેરોમાં જ ટ્રેડિંગ ઘટાડા સાથે બંધ થયું છે. ઇન્ડસઇન્ડ બેન્કનો મહત્તમ શેર 4.92 ટકાના વધારા સાથે બંધ થયો હતો. ટાટા મોટર્સ 4.82 ટકા, બજાજ ફાઇનાન્સ 4.21 ટકા અને બજાજ ફિનસર્વ 3.32 ટકાના વધારા સાથે બંધ થયા હતા.
નિફ્ટીના કયા સેક્ટરમાં તેજી
નિફ્ટીના રિયલ્ટી સેક્ટરમાં ઓટો શેરો 1.8 ટકા વધ્યા હતા અને 1.64 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ફાઇનાન્શિયલ શેર 1.50 ટકા અને બેન્ક નિફ્ટી 1.47 ટકા ઉપર હતા. તેલ અને ગેસના શેર 0.68 ટકાની મજબૂતી સાથે બંધ થયા છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજના કારોબારમાં, BSE નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 103.95 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 61,158.24 ના સ્તર પર ખુલવામાં સફળ થયો હતો. બીજી તરફ, NSE નો નિફ્ટી 51.60 પોઈન્ટ એટલે કે 0.29 ટકાના વધારા સાથે 18,120.60 ના સ્તર પર ખુલ્યો. લગભગ 1,442 શેર વધ્યા, 610 શેર ઘટ્યા અને 140 શેર યથાવત હતા.
શુક્રવારનું બજાર કેવું હતું
સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર તૂટ્યું હતું. સ્થાનિક રીતે, HDFC અને HDFC બેન્કમાં ભારે વેચવાલીથી શુક્રવારે બંને બેન્ચમાર્ક સૂચકાંકોમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારના કારોબારમાં સેન્સેક્સ 695 પોઈન્ટ ઘટીને 61,054.29ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 187 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. એક દિવસ અગાઉ સેન્સેક્સ 555.95 પોઈન્ટ્સ અથવા 0.91 ટકા વધીને 61,749.25 પર બંધ થયો હતો.