Stock Market Closing: રોકાણકારોની વેચવાલીથી બજાર થયું ધડામ, સેન્સેક્સ 770 પોઈન્ટ ગબડ્યો....
ભારતીય શેરબજારના રોકાણકારો સપ્ટેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે ખૂબ જ નિરાશ થયા છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર સવારે પ્રૉફિટ બુકિંગના કારણે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું.
Stock Market Closing On 1st Sepetmber 2022: ભારતીય શેરબજારના રોકાણકારો સપ્ટેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે ખૂબ જ નિરાશ થયા છે. વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજાર સવારે પ્રૉફિટ બુકિંગના કારણે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. અને માર્કેટ માર્કેટમાં ઘટાડાનો દોર દિવસભર ચાલુ રહ્યો હતો. આજે ગુરુવારના ટ્રેડિંગ સેશનના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 770 પોઈન્ટ ઘટીને 58,766 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 216 પોઈન્ટના ઘટાડા સાથે 17,542 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરની સ્થિતિઃ
બજારમાં મોટા ભાગના સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ઓટો, રિયલ એસ્ટેટ જેવા સેક્ટર જ લીલા નિશાનમાં બંધ થયા. બીજી તરફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય આઈટી, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મીડિયા સેક્ટરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. જોકે, મિડકેપ અને સ્મોલ કેપ શેરોના સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 12 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 38 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, 23 લાલ નિશાનમાં બંધ થયા હતા. બેન્ક નિફ્ટીના તમામ 12માંથી 7 શેર લાલ નિશાનમાં અને 5 લીલા નિશાનમાં બંધ થયા છે.
ઘડામ થયેલા શેરઃ
જો આપણે ઘટતા શેરો પર નજર કરીએ તો, રિલાયન્સ 2.79 ટકા, TCS 2.32 ટકા, સન ફાર્મા 2.21 ટકા, ટેક મહિન્દ્રા 1.92 ટકા, ઇન્ફોસિસ 1.75 ટકા, NTPC 1.74 ટકા, HUL 1.73 ટકા, HDFC 1.64 ટકા, પાવર ગ્રીડ 1.7 ટકા તૂટ્યો છે.
આ સ્ટોકમાં થયો વધારોઃ
જો આપણે વધતા શેરો પર નજર કરીએ તો, બજાજ ફિનસર્વ 2.58 ટકા, ભારતી એરટેલ 1.03 ટકા, ટાઇટન કંપની 0.93 ટકા, SBI 0.56 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.81 ટકા, મહિન્દ્રા 0.28 ટકાના વધારા સાથે બંધ થયા છે.