Market Crash: શેરબજારમાં કડાકો, રોકાણકારોના ધોવાયા અઢી લાખ રૂપિયા
બે દિવસમાં સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. હાલમાં સેન્સેક્સ 60,000ની સપાટીથી નીચે ગયો છે
Stock Market Crash: શેરબજારની હાલત આજે કડાકો બોલ્યો છે અને ગઈકાલે પણ વધારે નબળાઈ જોવા મળી છે. બે દિવસમાં સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. હાલમાં સેન્સેક્સ 60,000ની સપાટીથી નીચે ગયો છે અને રોકાણકારોએ આજે 2.5 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
જો બપોરના એક વાગ્યાના ટ્રેડિંગ પર નજર કરીએ તો સેન્સેક્સમાં 770.11 પોઈન્ટ અથવા 1.27 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે 60,000ની નીચે સરકી ગયો છે. બપોરે 1:3 વાગ્યે સેન્સેક્સ 59,984.75 પર ટ્રેડ થઈ રહ્યો છે.
નિફ્ટી 18,000 ની નીચે સરકી ગયો છે અને 218 પોઈન્ટ્સ અથવા 1.02 ટકાના ઘટાડા પછી 17895 ના સ્તર પર છે. સેન્સેક્સના 303 શેર અપ સર્કિટમાં અને 367 શેર લોઅર સર્કિટમાં મૂકાયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 શેર તેજીના લીલા નિશાનમાં છે અને બાકીના 28 શેરો ઘટાડા સાથે રેડ ઝોનમાં છે.
મોટા હેવીવેઇટ્સ શેરમાં ઘટાડો
આજના ઘટાડામાં ટેક જાયન્ટ ઈન્ફોસિસ અને વિપ્રોએ 2-2 ટકાના ઘટાડા સાથે બજારને નીચે ખેંચ્યું છે. બજાજ ફાઇનાન્સના શેરમાં 3 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટીસીએસ, નેસ્લે અને કોટક મહિન્દ્રા બેંક પણ ભારે નુકસાન સાથે કારોબાર કરી રહી છે.
નિફ્ટી મિડકેપ, બેન્કિંગ, ફાઇનાન્સિયલ અને નેક્સ્ટ 50 સૂચકાંકો ડાઉન છે. તેના 50 શેરોમાંથી 19 શેરો લાભમાં અને 31 ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસ, વિપ્રો, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રાનો મુખ્ય ઘટતા શેરો છે. ઓએનજીસી, બજાજ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વ વધતા શેરો છે.
BSF Recruitment: મહિલાઓ માટે BSF માં નોકરીની તક, જાણો અરજી કરવાની કઈ છે છેલ્લી તારીખ
UP Elections 2022: મોદી-શાહ ભાજપના સ્ટાર પ્રચારકો, જાણો કયા દિગ્ગજ મા-દીકરાને રખાયા દૂર