Stock Market Today: ગઈકાલના કડાકા બાદ સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 16800ને પાર
સેન્સેક્સ 30ના 26 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના 50માંથી 45 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
![Stock Market Today: ગઈકાલના કડાકા બાદ સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 16800ને પાર Stock Market Today 05 May, 2022 BSE Nifty Sensex: Sensex rose 600 points, Nifty crossed 16800 Stock Market Today: ગઈકાલના કડાકા બાદ સ્ટોક માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 16800ને પાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/29/279df532b5f767d4ca4d94a8e8e7b1d4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Today: ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે શેરબજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યા છે અને માર્કેટમાં ગેપ અપ સાથે ખુલ્યું છે. બજારમાં સારી ખરીદીને કારણે તે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે સેન્સેક્સ લગભગ 600 પોઈન્ટના ઉછાળા સાથે 56,269.91 પર ખુલ્યો છે અને તેમાં 1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. શરૂઆતના વેપારમાં, નિફ્ટીમાં પણ 1 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 177 પોઈન્ટ વધીને 16,854.75 પર ખુલવામાં સફળ રહ્યો છે.
બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. નિફ્ટી પર, એફએમસીજી ઇન્ડેક્સ સિવાય, તમામ ઇન્ડેક્સ લીલા રંગમાં છે. બેંક અને નાણાકીય ઇન્ડેક્સ 1 ટકાથી વધુ ઉપર છે. બીજી તરફ આઈટી અને મેટલ ઈન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ફાર્મા અને રિયલ્ટી ઈન્ડેક્સ અડધા ટકાથી વધુ મજબૂત થયા છે, જ્યારે ઓટો ઈન્ડેક્સમાં 1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.
હેવીવેઇટ શેરોમાં સારી એક્શન છે. સેન્સેક્સ 30ના 26 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના 50માંથી 45 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 5 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 400 અંકના ઉછાળા સાથે 35655 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આજના ટોપ ગેઇનર્સમાં INFY અને SBI સિવાય TECHM, TATASTEEL, KOTAKBANK અને M&Mનો સમાવેશ થાય છે.
વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો એશિયાના મુખ્ય બજારોમાં આજે ખરીદી જોવા મળી રહી છે. બીજી તરફ બુધવારે અમેરિકાના મુખ્ય બજારો જોરદાર તેજી સાથે બંધ થયા છે. યુએસ ફેડએ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. યુએસમાં 10-વર્ષના બોન્ડની યીલ્ડ 2.95 ટકા છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ક્રૂડ પ્રતિ બેરલ $110 પર પહોંચી ગયું છે. જ્યારે યુએસ ક્રૂડ 108 ડોલર પ્રતિ બેરલ પર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)