શોધખોળ કરો

Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, નિફ્ટી 15300 ની નીચે, સેન્સેક્સ 300 થી વધુ પોઈન્ટ ડાઉન

ફાર્મા શેરોમાં 2 ટકાનો મોટો ઘટાડો છે, જ્યારે IT અને હેલ્થકેર શેરોમાં 1.96 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

Stock Market Today: શેરબજારમાં ઘટાડાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે સેન્સેક્સ નિફ્ટીમાં આવેલા જબરદસ્ત ઘટાડા બાદ આજે પણ શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ છે. આઈટી શેરોમાં તીવ્ર ઘટાડો બજારને નીચે ખેંચી ગયો છે અને ઓટો શેરો પણ કડાકો બોલતા નિફ્ટી અને સેન્સેક્સમાં કડાકો જોવા મળી રહ્યો છે.

કેવી રીતે ખુલ્યું બજાર

આજના કારોબારમાં, BSE સેન્સેક્સ 313.80 પોઈન્ટ્સ અથવા 0.61 ટકાના ઘટાડા પછી 51,181 પર ખુલ્યો અને NSE નિફ્ટી 87.95 પોઈન્ટ્સ અથવા 0.57 ટકાના ઘટાડા પછી 15,272.65 પર ખુલ્યો.

જાણો નિફ્ટીની ચાલ કેવી છે

આજના કારોબારમાં નિફ્ટીએ બજાર ખુલ્યાની 15 મિનિટની અંદર 100થી વધુ પોઈન્ટ ડાઉન થયો છે. નિફ્ટી 106.45 પોઈન્ટ એટલે કે 0.69 ટકા ઘટીને 15,254ના સ્તર પર આવી ગયો છે. નિફ્ટીના 50માંથી માત્ર 8 શેર જ તેજીના લીલા નિશાનમાં આગળ વધી રહ્યા છે. તે જ સમયે, 42 શેરોમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેન્ક નિફ્ટીમાં 218.95 પોઈન્ટ્સ અથવા 0.67 ટકાના ઘટાડા પછી 32,398 ના સ્તર પર ટ્રેડિંગ થઈ રહ્યું છે.

સેક્ટરલ ઇન્ડેક્સની ચાલ

આજના ટ્રેડિંગ સેશનમાં મેટલ શેરો સિવાય અન્ય તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ફાર્મા શેરોમાં 2 ટકાનો મોટો ઘટાડો છે, જ્યારે IT અને હેલ્થકેર શેરોમાં 1.96 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી શેર 1.5-1.5 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. મીડિયા, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઓટો અને ફાઇનાન્શિયલ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજના વધનારા શેરો

આજના વધનારા સ્ટોકમાં બજાજ ઓટો 0.97 ટકા અને કોલ ઈન્ડિયા 0.89 ટકા ઉપર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 0.73 ટકા અને એનટીપીસી 0.45 ટકાનો વધારો દર્શાવે છે. હિન્દાલ્કો 0.34 ટકા ઉપર છે.

આજે ઘટી રહેલા શેર

આજના ટોપ લુઝર્સ વિશે વાત કરીએ તો, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ 2.67 ટકા તૂટ્યો છે. વિપ્રોમાં 2.50 ટકા અને TCSમાં 2.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન પેઇન્ટ્સ 2.12 ટકા અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ 2.09 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણયDinesh Bamaniya | ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષને દિનેશ બાંભણિયા સહિત પાંચ લોકોની રજૂઆતAmbalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ

પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ

લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

Embed widget