Stock Market Today: શરબજારમાં કડાકા સાથે શરૂઆત, સેન્સેક્સ 285 પોઈન્ટ ઘટીને 59361 પર, નિફ્ટી 17682 પર ખુલ્યો
આજના સત્રમાં સેન્સેક્સના 30માંથી માત્ર 4 શેર જ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા છે અને બાકીના 26 શેરોમાં ઘટાડાનું લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
Stock Market Today: આ સપ્તાહ ભારતીય શેરબજાર માટે એક્સપાયરી સપ્તાહ છે અને આજે આ સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સેશન છે. આમાં, ટ્રેડ ઘટાડા સાથે શરૂ થયો છે. નિફ્ટી અને સેન્સેક્સ બંને લગભગ 0.45 ટકાના ઘટાડા સાથે ખુલ્યા છે. બેન્કિંગ અને મેટલ શેરોમાં ઘટાડા સાથે લાર્જકેપ શેરોમાં નબળાઈ છે અને તેણે બજારને નીચે ખેંચ્યું છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બજારની શરૂઆત ધીમી થઈ છે. BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 285.07 પોઈન્ટ અથવા 0.48 ટકાના ઘટાડા સાથે 59,361 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ 75.55 પોઈન્ટ અથવા 0.43 ટકાના ઘટાડા સાથે 17,682 પર ખુલ્યો છે.
સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ
આજના સત્રમાં સેન્સેક્સના 30માંથી માત્ર 4 શેર જ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહ્યા છે અને બાકીના 26 શેરોમાં ઘટાડાનું લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 6 શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, બાકીના 44 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બેંક નિફ્ટીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 518 પોઈન્ટ તોડીને 1.33 ટકાના ઘટાડા સાથે 38467 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
આજે ચોતરફી વેચવાલી છે. બેંક, ઓટો, આઈટી અને ફાઈનાન્શિયલ શેરોમાં દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પરના આ તમામ સૂચકાંકો 1 ટકાથી વધુ નબળા પડ્યા છે. રિયલ્ટી ઇન્ડેક્સ 2% નીચે છે. મેટલ અને ફાર્મા ઈન્ડેક્સ પણ નબળા પડ્યા છે. હાલમાં સેન્સેક્સમાં 415 પોઈન્ટની નબળાઈ છે અને તે 59235 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 112 પોઈન્ટની નબળાઈ છે અને તે 17647 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
હેવીવેઈટ શેરોમાં વેચવાલી થઈ રહી છે. સેન્સેક્સ 30ના 24 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આજના ટોપ લૂઝર્સમાં KOTAKBANK, WIPRO, TATASTEEL, AXISBANK, TECHM, BAJFINANCE, M&M, SBIN નો સમાવેશ થાય છે.
પ્રી-ઓપનમાં માર્કેટની હાલત કેવી હતી
આજના પ્રી-ઓપનિંગમાં માર્કેટનું ટ્રેડ મિક્સ જોવા મળી રહ્યું હતું. આજે BSE સેન્સેક્સ 626 પોઈન્ટના ઘટાડા સાથે 59019 પર અને NSE નિફ્ટી 106 પોઈન્ટના ઉછાળા સાથે 17864ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.