શોધખોળ કરો

ઇન્ડોનેશિયાના આ નિર્ણયને કારણે ભારતમાં શેમ્પૂ-સાબુથી લઈને કેક, બિસ્કીટ-ચોકલેટના ભાવમાં ભડકો થશે, જાણો કેમ

યુક્રેન-રશિયા યુદ્ધને કારણે દેશમાં પહેલેથી જ સૂર્યમુખી તેલ મોંઘું થઈ ગયું છે, જ્યારે દેશમાં સરસવના તેલની કિંમતો અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે.

Palm Oil Export Stopped from Indonesia: આજે એટલે કે 28 એપ્રિલથી ઈન્ડોનેશિયાએ ખાદ્ય તેલની નિકાસ બંધ કરી દીધી છે અને તેની અસર ઘણા દેશો પર જોવા મળી શકે છે. જો કે, આ સમાચાર ભારતીયો માટે વધુ પરેશાન કરી શકે છે કારણ કે દેશમાં રસોઈ તેલ વધુ મોંઘું થવા જઈ રહ્યું છે.

શેમ્પૂ અને સાબુના ભાવ પણ વધવાના છે

યુક્રેન-રશિયા યુદ્ધને કારણે દેશમાં પહેલેથી જ સૂર્યમુખી તેલ મોંઘું થઈ ગયું છે, જ્યારે દેશમાં સરસવના તેલની કિંમતો અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ છે. હવે પામ ઓઈલના મોંઘવારીથી દેશમાં માત્ર ખાદ્યતેલ જ મોંઘુ થશે એટલું જ નહીં કેક, બિસ્કીટ અને ચોકલેટથી લઈને શેમ્પૂ-સાબુ જેવી અનેક ઉપભોક્તા ચીજવસ્તુઓના ભાવ વધવાના છે.

ભારત માટે ચિંતાજનક સમાચાર કેમ છે?

ભારત તેના પામ ઓઈલનો 70 ટકા ઇન્ડોનેશિયા અને 30 ટકા તેલ મલેશિયાથી આયાત કરે છે. દેશમાં લગભગ 9 મિલિયન ટન પામ ઓઈલ ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે અને ઈન્ડોનેશિયામાંથી નિકાસ બંધ થવાને કારણે દેશમાં પામ ઓઈલની ઉપલબ્ધતા ઓછી થશે જેના કારણે અહીં મોંઘવારી વધશે. તેઓ આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે એફએમસીજી અને કોસ્મેટિક્સ કંપનીઓ પણ મોટી માત્રામાં પામ ઓઈલનો ઉપયોગ કરે છે. આ કારણે જે એફએમસીજી ઉત્પાદનોમાં પામ તેલનો ઉપયોગ થાય છે તે મોંઘા થવા જઈ રહ્યા છે. પામ તેલનો સૌથી વધુ ઉપયોગ ખાદ્ય તેલ તરીકે થાય છે, આ સિવાય, તે ઘણા ઉદ્યોગ ઉત્પાદનો જેમ કે શેમ્પૂ, ટૂથપેસ્ટ, નહાવાના સાબુ, વિટામિન ગોળીઓ, કોસ્મેટિક ઉત્પાદનો, કેક અને ચોકલેટ વગેરેમાં પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

દેશમાં ઘણી કંપનીઓ પામ તેલનો ઉપયોગ કરે છે

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ બંધ કરી દીધી છે, જેના કારણે ખાદ્યતેલોના ભાવ વધશે, શેમ્પૂ-સાબુ, કેક, બિસ્કીટ અને ચોકલેટ મોંઘા થવાના સંકેત પણ છે. આ કંપનીઓ પહેલા જ જણાવી ચૂકી છે કે તેઓ તેમના ઉત્પાદનોમાં પામ ઓઈલનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, HUL, Nestle, Procter & Gamble અને L'Oreal એ તેમના ઉત્પાદનોમાં પામ તેલની સામગ્રી વિશે માહિતી આપી છે. સ્વાભાવિક છે કે હવે જો પામ ઓઈલની અછત હશે તો તેની કિંમતો વધશે અને આ કંપનીઓ તેમના ઉત્પાદનોના ભાવ પણ વધારી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ

સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'

આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક

SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર

Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું

IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો

Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Embed widget