શોધખોળ કરો

ટીસીએસ, ઇન્ફોસિસ, આઇટી કંપનીઓમાં ભરતી પીક પર, જાણો કેટલા ટકા મળે છે પગાર વધારો 

કોરોના મહામારીને દોઢ  વર્ષ પૂરા થયા છે, નોકરીને લઈને કેટલાક ક્ષેત્રોમાંથી  સારા સમાચાર આવવા લાગ્યા છે.

કોરોના વાયરસની મહામારીના કારણે વર્ષ  2020 માં  ઘણા કોર્પોરેટ ક્ષેત્રોમાં નોકરીઓને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મહામારીના સમયગાળા  દરમિયાન  ઘણા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં નોકરીમાંથી  લોકોનો છૂટા કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કોરોના મહામારીને આશરે  દોઢ  વર્ષ પૂરા થયા છે, ત્યારે ઘણા  ક્ષેત્રોમાંથી નોકરીઓને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે.  નિષ્ણાંતો અનુસાર જ્યારે આપણે ત્રીજી લહેરની શક્યતાઓ સેવી રહ્યા છીએ ત્યારે ભારત ધીમે ધીમે તેમાંથી બહાર આવી રહ્યું છે અને યુવા પ્રતિભાઓને નોકરી આપી રહ્યું છે અને કર્મચારીઓના પગારમાં પણ વધારો કરી રહ્યું છે. કોરોના વાયરસની મહામારીમાં આ પરિવર્તન આવ્યું છે.   આઈટી કંપનીઓની નોકરીઓમાં 150થી લઈને 300 ટકા માંગ વધી છે. અહીં સુધીને લિંક્ડ ઈન પર પણ એક સામાન્ય નોકરીની શોધ તમને નોકરીના ખાલી પદના સંદર્ભમાં અલગ-અલગ વિભાગોમાં રિપોર્ટ કરવામાં આવેલા આંકડા વિશે ખ્યાલ આપશે.

ઈન્ડીપ રિપોર્ટ મુજબ, તેણે ભારતના જોબ માર્કેટ પર  કોરોના મહમારીની અસરનું અસરકારક રીતે વિશ્લેષણ કર્યું. રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે આઇટી પ્રોફેશનલ્સની માંગ 400 ટકા જેટલી વધી છે. 2020 માં કોરોના મહામારીની શરૂઆતમાં  નિગમો અને સંસ્થાઓના કામકાજની પ્રતીક્ષા અને નિરીક્ષણની શૈલી અપનાવી હતી જે આ મહામારી દ્વારા પ્રેરિત ભારે અનિશ્ચિતતાને કારણે જરૂરી હતું.  જૂન 2020માં સંક્રમણની પ્રથમ લહેર પીક પર હતી એ  દરમિયાન થોડા મહિનાઓ પહેલા  ભરતીમાં   50 ટકા  ઘટાડો જોવા મળ્યો હતો. રેકોર્ડ  ટેકનિકલ નોકરીઓમાં ખાલી જગ્યાઓ વિશિષ્ટ કૌશલ્ય કેન્દ્રિત નોકરીઓ માટેની જરૂરિયાતોમાં પણ ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. એપ્લીકેશન ડેવલપર, લીડ કન્સલ્ટન્ટ, સેલ્સફોર્સ ડેવલપર અને સાઇટ રિલાયબિલિટી એન્જિનિયર જેવી  ટેકનિકલ જોબની માંગમાં  150-300 ટકાનો વધારો થયો છે. જે જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીની સૌથી વધુ માંગવાળી નોકરીઓ બની છે.

આ  સમાચાર માત્ર ભરતી સુધી મર્યાદિત નથી પરંતુ કોર્પોરેટ કંપનીઓ ગત વર્ષની સરખામણીએ વધારે પગાર ઓફર કરી રહી છે.  કંપનીઓ વધારે  પગાર આપી રહી છે અને યુવાઓ પણ  હવે વધુ અપેક્ષા રાખે છે. રિપોર્ટમાં ફુલ-સ્ટેક એન્જિનિયર્સના પગાર વધારાની અપેક્ષાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, કંપનીઓ 70-120 ટકાની રેન્જમાં પગાર વધારો ઓફર કરી રહી છે. જે ગયા વર્ષે જે ઓફર કરવામાં આવી હતી તેના કરતા ઘણો વધારે છે. છેલ્લે પગાર વધારો 20-30 ટકા આસપાસ  રહેતો હતો.

IT સર્વિસ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેણે મહિલા કર્મચારીઓ માટે પોતાનું સૌથી મોટું ભરતી અભિયાન શરુ કર્યું છે  જે  પોતાની કારકિર્દીમાં બ્રેક લીધા  પછી નોકરી શોધી  રહી છે. 

આનો અર્થ એ છે કે નાણાકીય વર્ષ 2022 માં સમગ્ર આઇટી ક્ષેત્ર માટે કુલ વેતન બિલ 1.6-1.7 અબજ ડોલર વધશે. યોગ્ય કુશળતા ધરાવતા કર્મચારીઓ માટે એક સુવર્ણ સમય છે જે નવી નોકરી શોધી રહ્યા છે અને સારો પગાર મેળવવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Passenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિGir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Aadhaar Card: આધાર કાર્ડમાં તમે એક સાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો? જાણી લો નિયમ
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Kazakhstan: રશિયા જઇ રહેલું પેસેન્જર પ્લેન કઝાકિસ્તાનમાં થયું ક્રેશ, 110 મુસાફરો હતા સવાર
Embed widget