TCS Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં TCS નો નફો ₹10,883 કરોડ, રોકાણકારોને શેર દીઠ ₹75નું વિશેષ અને વચગાળાનું ડિવિડન્ડ
કરન્સી ટર્મમાં કંપનીની આવકમાં 13.5 ટકાનો ઉછાળો આવ્યો છે. ઉત્તર અમેરિકા અને યુકેમાં સૌથી વધુ 15.4 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
![TCS Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં TCS નો નફો ₹10,883 કરોડ, રોકાણકારોને શેર દીઠ ₹75નું વિશેષ અને વચગાળાનું ડિવિડન્ડ TCS Q3 Results: TCS profit of Rs 10,883 crore in the third quarter, special and interim dividend of Rs 75 per share to investors TCS Q3 Results: ત્રીજા ક્વાર્ટરમાં TCS નો નફો ₹10,883 કરોડ, રોકાણકારોને શેર દીઠ ₹75નું વિશેષ અને વચગાળાનું ડિવિડન્ડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/08/416f2fbd43fbeab0531b39929fc0d24a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TCS Q3 Results: દેશની સૌથી મોટી IT કંપની TCS (Tata Consultancy Services) એ નાણાકીય વર્ષ 2022-23 ના ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. ત્રીજા ક્વાર્ટરમાં TCSના ચોખ્ખા નફામાં 10.98 ટકાનો વધારો થયો છે અને તે ₹10,883 કરોડ થયો છે. એક વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન કંપનીનો નફો ₹9,806 કરોડ હતો.
₹75 રોકાણકારોને ડિવિડન્ડ
ટીસીએની બોર્ડ મીટીંગ બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્રીજા ક્વાર્ટર દરમિયાન TCSની આવક 19.11 ટકા વધીને ₹58,229 કરોડ થઈ છે. જ્યારે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં આવક ₹48,885 કરોડ હતી. કંપનીએ 2022-23 માટે રોકાણકારોને શેર દીઠ ₹75ના વિશેષ અને વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપનીએ ત્રીજા વચગાળાના ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ તરીકે 17 જાન્યુઆરી, 2023 નક્કી કરી છે. કંપનીએ કહ્યું કે બોર્ડ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે 8 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ અને શેર દીઠ 67 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપવામાં આવશે. કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે. 3 ફેબ્રુઆરી, 2023 ના રોજ, આ ડિવિડન્ડ તે શેરધારકોને આપવામાં આવશે જેમના નામ રેકોર્ડ તારીખે કંપનીના સભ્યોના રજિસ્ટરમાં સામેલ કરવામાં આવશે.
કરન્સી ટર્મમાં કંપનીની આવકમાં 13.5 ટકાનો ઉછાળો આવ્યો છે. ઉત્તર અમેરિકા અને યુકેમાં સૌથી વધુ 15.4 ટકા વૃદ્ધિ જોવા મળી છે. પરિણામ જાહેર કરતા કંપનીએ કહ્યું કે તેના કર્મચારીઓની સંખ્યામાં 2,197નો ઘટાડો થયો છે. અને છેલ્લા 12 મહિનામાં કંપની છોડનારા લોકોની ટકાવારી 21.3 ટકા છે. કંપનીએ કહ્યું કે નબળા ક્વાર્ટર છતાં કંપનીએ ઉત્તમ પરિણામો જાહેર કર્યા છે. ક્લાઉડ સેવાઓ, વિક્રેતા એકત્રીકરણ દ્વારા વધતો બજાર હિસ્સો ઉત્તર અમેરિકા અને યુકેમાં વધુ સારા પ્રદર્શનને કારણે મજબૂત પરિણામો છે.
વચગાળાનું ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ શુક્રવાર, 3 ફેબ્રુઆરી, 2023ના રોજ ચૂકવવામાં આવશે, કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં કરેલી માહિતી અનુસાર આ જાણકારી આવી છે. આ ડિવિડન્ડ ફક્ત તે શેરધારકોને જ આપવામાં આવશે, જેમના નામ કંપનીના સભ્યોના રજિસ્ટ્રારની યાદીમાં અથવા 17 જાન્યુઆરી, 2023ના રોજના ડિપોઝિટરીઝના રેકોર્ડમાં હશે. આનો અર્થ એ થયો કે TCSના ત્રીજા વચગાળાના ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 17 જાન્યુઆરી, 2023 નક્કી કરવામાં આવી છે.
સોમવારના ટ્રેડિંગ સેશનમાં ટીસીએસનો શેર ઝડપી ગતિએ બંધ થયો હતો. TCSનો શેર 3.38 ટકાના વધારા સાથે ₹3319 પર બંધ થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)