(Source: ECI/ABP News/ABP Majha)
સરકારે 15 વર્ષ જૂના વાહનોનાની રજિસ્ટ્રેશન રિન્યૂઅલ ફીમાં આઠ ગણો વધારો કર્યો, હવે આટલી ચૂકવવી પડશે ફી
કેન્દ્ર સરકારે બનાવેલો આ નવો નિયમ દિલ્હી-એનસીઆરમાં રહેતા વાહન માલિકોને લાગુ પડશે નહીં.
કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના રજીસ્ટ્રેશનની રિન્યૂઅલ (renewal of registration) ફીને લઈને મોટી જાહેરાત કરી છે. હકીકતમાં, કેન્દ્ર સરકારે 15 વર્ષ જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે લેવામાં આવતી ફીમાં આઠ ગણો વધારો કર્યો છે. કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ, હવે આવતા વર્ષે એપ્રિલથી જૂના વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે, જે જૂની કિંમત કરતા લગભગ 8 ગણા વધારે છે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે એક નોટિફિકેશન બહાર પાડીને આગામી વર્ષથી નવી વ્યવસ્થા અમલમાં મુકી છે.
8 ગણી ફી ચૂકવવી પડશે
જૂના વાહનોના નવીકરણ અંગે કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત, અને નોંધણી માટેની ફીમાં આઠ ગણો વધારો કર્યો છે, તે નવો નિયમ રાષ્ટ્રીય વાહન જંક નીતિનો ભાગ છે. આ નોટિફિકેશન અનુસાર, 15 વર્ષથી વધુ જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટના રિન્યુઅલ માટે હવે પહેલા કરતા આઠ ગણી વધુ ફી ચૂકવવી પડશે.
આટલી હશે ફી
સરકારે જૂના વાહનોના નવીકરણ માટે બનાવેલા નવા નિયમની સૂચના મુજબ, 15 વર્ષ જૂની કારના રજીસ્ટ્રેશનના નવીકરણ માટે, 600 ને બદલે 5000 રૂપિયા, બાઇક માટે 300 ને બદલે 1,000 રૂપિયા, બસ અથવા ટ્રક માટે 1500 રૂપિયાને બદલે 12,500 રૂપિયા ચાર્જ લાગુ પડે છે.
દિલ્હી-એનસીઆરમાં લાગુ થશે નહીં
કેન્દ્ર સરકારે બનાવેલો આ નવો નિયમ દિલ્હી-એનસીઆરમાં રહેતા વાહન માલિકોને લાગુ પડશે નહીં. વાસ્તવમાં, દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂનાં પેટ્રોલ વાહનો પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ સિવાય સરકારે બનાવેલા આ નિયમોમાં રજિસ્ટ્રેશન કાર્ડ સ્માર્ટ કાર્ડ જેવું હશે, જેના માટે 200 રૂપિયાની વધારાની ફી ચૂકવવી પડશે. સરકારે બનાવેલા આ નિયમો 1 એપ્રિલ 2022 થી અમલમાં આવશે.