Cement Price Hike: બાંધકામ થશે મોંઘું, આ જાણીતી કંપનીએ સિમેન્ટનો વધાર્યો ભાવ
Cement Price Hike: ઇન્ડિયા સિમેન્ટ કંપની જૂનથી જુલાઇ વચ્ચે ત્રણ તબક્કામાં સિમેન્ટના ભાવમાં બોરી દીઠ રૂ.55નો વધારો કરશે.
Cement Price Hike: સિમેન્ટ કંપની ઇન્ડિયા સિમેન્ટ લિમિટેડ તેની કેટલીક જમીન લોન ચુકવણી માટે અને મૂડી ખર્ચ વધારવા માટે વેચશે. કંપનીએ સિમેન્ટના ભાવમાં 55 રૂપિયા પ્રતિ બોરીનો વધારો કરવાની પણ જાહેરાત કરી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કોલસાના ભાવમાં તેજીના કારણે પડતર કિંમત વધી છે, જેના કારણે કંપનીએ ભાવ વધારવો પડ્યો.
ક્યાં સુધી ભાવ વધશે અને કેટલો?
ઇન્ડિયા સિમેન્ટ કંપની જૂનથી જુલાઇ વચ્ચે ત્રણ તબક્કામાં સિમેન્ટના ભાવમાં બોરી દીઠ રૂ.55નો વધારો કરશે. સિમેન્ટના બોરી દીઠ સિમેન્ટના ભાવમાં પ્રથમ જૂનના દિવસે 20 રૂપિયા, 15 જૂને 15 રૂપિયા અને 1 જુલાઈએ 20 રૂપિયાનો વધારો થશે.
કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે શું કહ્યું
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડન્ટ એન શ્રીનિવાસને જણાવ્યું કે આ સિવાય કંપની ડેટ સેટલમેન્ટ માટે અને મૂડીખર્ચ માટે પણ કેટલીક જમીનો વેચશે. તેમણે કહ્યું, "અમે ગભરાટથી જમીન વેચી રહ્યા નથી. આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં અમારી પાસે લગભગ 26,000 એકર જમીન છે. આ જમીનો જુદી જુદી કેટેગરીમાં આવે છે."
જો ભાવ વધારવામાં નહીં આવે તો નુકસાન થશે
જ્યારે શ્રીનિવાસનને પૂછવામાં આવ્યું કે શું અન્ય સિમેન્ટ કંપનીઓ સિમેન્ટના ભાવ ઘટાડવાનું વિચારી રહી છે, ત્યારે શ્રીનિવાસને કહ્યું, " આપણે તેની તુલના ન કરીએ. દરેક વસ્તુના ભાવ વધી ગયા છે. જો હું ભાવ નહીં વધારું, તો અમારે ઘણું બધું ગુમાવવું પડશે.
ઈન્ડિયા સિમેન્ટનાં પરિણામો
ઇન્ડિયા સિમેન્ટે નાણાકીય વર્ષ 2022માં કુલ રૂ.4,729.83 કરોડની આવક નોંધાવી હતી, જે નાણાકીય વર્ષ 2021માં રૂ.4,460.12 કરોડ હતી. જો કે આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો ઘટીને રૂ.38.98 કરોડ થયો હતો જે નાણાકીય વર્ષ ૨૧માં રૂ.222.04 કરોડ હતો.
આ પણ વાંચો..........
IPL: જૉસ બટલરે તોડ્યો IPLનો સૌથી મોટો રેકોર્ડ, તોફાની બેટિંગ કરીને રનના કરી નાંખ્યા ઢગલા, જાણો
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ
ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે