શોધખોળ કરો

SURAT : મોટા વરાછામાં SMCએ બનાવેલા CC રોડમાં મોટા પાયે ગેરરીતિના આરોપ, રોડનો એક આખો ભાગ ગાયબ

Surat News : સુરતના મોટા વરાછામાં બનાવાયેલા 3.34 કિમીના સિમેન્ટ-કોંક્રીટની કામગીરીમાં ભારે ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે.

Surat  : સુરતના મોટા વરાછામાં સુરત મહાનગર પાલિકા દ્વારા બનેલા CC રોડની કામગીરીમાં થયેલી ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે. 3.34 કિમી CC રોડનો 10% હિસ્સો જ 'ગાયબ' હોવાનો આરોપ લગાવાયો છે અને  21.28% કામ ખરાબ છતાં કોન્ટ્રાક્ટરને ફુલ પેમેન્ટ કરી બીજા પ્રોજેક્ટોની લહાણી કરાઈ હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.આ ઘટનામાં ગ્રીન ડિઝાઇન & એન્જિનિયરિંગ તેમજ જે.પી. સ્ટ્રક્ચરને બ્લેક લિસ્ટ કરવા માગ કરાઈ છે.

રોડનો 10 ટકા ભાગ જ ગાયબ
સુરતમાં નવા બનાવેલા રોડનો હિસ્સો જ 'ગાયબ' થઈ ગયો હોવાનો આરોપ RTI એક્ટિવિસ્ટ દ્વારા લગાવાયો છે. સુરતના મોટા વરાછામાં બનાવાયેલા 3.34 કિમીના સિમેન્ટ-કોંક્રીટની કામગીરીમાં ભારે ક્ષતિનો RTIમાં ઘટસ્ફોટ થયો છે. આનો રેલો છેક ગાંધીનગર પહોંચતાં શહેરી વિકાસ વિભાગે કોર્પોરેશન પાસે ખુલાસો માગ્યો છે. આ CC રોડનું 21.28% કામ ખરાબ હોવાનું SVNITના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ રોડમાં કામગીરી કરનાર ગ્રીન ડિઝાઈન & એન્જિનિયરીંગ અને જે.પી. સ્ટ્રક્ચર પ્રા.લિ.ને બ્લેક લિસ્ટ કરવાને બદલે બંનેને અત્યાર સુધીમાં રુ. 35.27 કરોડ ચૂકવવામાં આવ્યા છે.35 કરોડ ચૂકવાયા, પણ કામગીરી સાવ થર્ડ ક્લાસ હોવાનો આરોપ છે.

ગ્રીન ડિઝાઈન અને જે.પી.સ્ટ્રક્ચરએ કર્યું છે આ કામ 
CC રોડ બાબતે સુરત મહાનગરપાલિકા તરફથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી તરીકે ગ્રીન ડિઝાઈનને રોડના કામની દેખરેખ તેમજ રોડ સારી ગુણવત્તાનો બને એ માટે કામ આપ્યું હતું. રોડ ટેન્ડરની શરતો પ્રમાણે બને એ માટે 2 ડિસેમ્બરે રૂ. 51.24 લાખના વર્ક ઓર્ડર તેમજ 5 ઓગસ્ટે રૂ.22.77 લાખથી બીજા વર્ક ઓર્ડરથી વધારાનું કામ આપ્યું હતું. PMC તરીકે ગ્રીન ડિઝાઈનને કુલ રૂ. 74.01 લાખ જેવી મસમોટી રકમ ચૂકવી હતી છતાં PMCએ તેના કામમાં વેઠ ઉતારીને આડકતરી રીતે કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને જ મદદ કરી હતી. અત્યારસુધીમાં કોન્ટ્રાક્ટર જે.પી.સ્ટ્રક્ચરને રૂ.34.14 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

SVNITના રિપોર્ટમાં પણ કામગીરીમાં ગેરરીતિ સામે આવી 
SVNIT તપાસ સમિતિ દ્વારા નેગેટિવ રિપોર્ટ અપાયો છે.સુરત મહાનગરપાલિકાએ  નબળા રોડની તપાસ માટે સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિક સંસ્થાને (SVNIT) 18 નવેમ્બર, 2021ના રોજ CC રોડ માટે સલાહ અને અભિપ્રાયનો વર્ક ઓર્ડર આપ્યો હતો. SVNITના રિપોર્ટ મુજબ કુલ કામ 3.34 કિલોમીટરનું થાય છે, એને 4X4.75 ચો.મી.ની પેનલમાં વિભાજન કરતાં 3341 પેનલો થાય છે. SVNITના રિપોર્ટના સેક્શન નંબર 11ના પેજ નંબર 47થી 62 સુધીમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે કુલ 711 પેનલો અત્યંત ખરાબ હાલતમાં હતી.

જવાબદાર કંપની વિરુદ્ધ તપાસ અને કાર્યવાહીની માંગ 
જવાબદાર કંપની વિરુદ્ધ તપાસ કરી કંપનીનું રજિસ્ટ્રેશન લાઈસન્સ રદ્દ કરવાની માગણી કરાઈ છે. આ ઉપરાંત તેનું પેમેન્ટ અટકાવી, કમ્પ્લિશન સર્ટિફિકેટ ન આપવા અને ભવિષ્યમાં આ CC રોડની અન્ય પેનલો બદલવાની, રિપેરિંગ કરવાની થાય ત્યારે બધું કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવવા માગ થઈ છે. આવામાં કોન્ટ્રાક્ટરની જમા સિક્યોરિટી ડિપોઝિટ કરતાં વધુ રકમનો ખર્ચ થઈ શકે છે. આ કારણથી બાકી પેમેન્ટ અટકાવીને શિક્ષાત્મક કાર્યવાહી અને દંડ કરી એ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવા માગણી થઈ છે. જ્યારે કોન્ટ્રાકટર - જે.પી. સ્ટ્રક્ચર અને PMC ગ્રીન ડિઝાઈનનાં લાઇસન્સ રદ કરી બ્લેકલિસ્ટ કરવા તેમજ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ સામે કોર્ટ કેસ કરવા અરજદારોની માગ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Embed widget