શોધખોળ કરો

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી,  માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે.  રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે ,આવતીકાલે અને 29 મેએ દરિયો ન ખેડવા માછીમારોને  સૂચના આપવામાં આવી.

ગાંધીનગર: રાજ્યમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થયો છે.  રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે ,આવતીકાલે અને 29 મેએ દરિયો ન ખેડવા માછીમારોને  સૂચના આપવામાં આવી છે.  અમરેલીના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર  કરંટ જોવા મળ્યો છે. 

બનાસકાંઠામાં વહેલી સવારથી  વાતાવરણમાં પલટો આવ્યો છે.  વાવ,થરાદ, સુઈગામ સહિતના વિસ્તારમાં ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ છે.   જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.  બાજરી, એરંડા સહિતના પાકોને નુકશાનની ભીતી છે. 

ઠંડા પવન સાથે વલસાડમાં વરસાદ  વરસ્યો છે.  હાલર રોડ, સ્ટેશન રોડ પર ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  ઉનાળું પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ છે. 

રાજ્યમાં પવનગતિમાં વધારો થશે

Pre Monsoon Activity: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓ તો વરસાદ પણ પડ્યો છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. તો આજે અમદાવાદમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૨૭, ૨૮ અને ૨૯ના રોજ  રાજ્યમાં પવનગતિમાં વધારો થશે.  હવામાન વિભાગ દ્વારા પ્રિ મોનશુન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. સવારથી જ વાદળોના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે.  તપામાનમા ૩ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે.

મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

આ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા છે. ગઈ કાલે અસહ્ય ગરમી બાદ આજે વાદળ છાયા વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોર, વિરપુર સહિત તાલુકામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું છે. જો કે વહેલા વરસાદની ભીતિએ ખેડૂતોને પાકને નુકસાન થવાનો ડર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી

Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anand Crime: બોરસદમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ ખાલી હાથે ભાગવું પડ્યું... Watch VideoDahod:આધાર અને રેશનકાર્ડ અપડેટ માટે દાહોદમાં લાગી લાંબી લાઈન| Abp AsmitaVadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
Suicide Attack Pakistan: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 12 સૈનિકોના મોત,અનેક ઘાયલ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
Assembly Elections 2024 Live: રણબીર કપૂર અને રકુલ પ્રીત સિંહે આપ્યો મત, ટ્વિંકલ ખન્નાએ પણ કર્યું મતદાન
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?

પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા

Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ

Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન

Embed widget