શોધખોળ કરો

ગુજરાતમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર, જાણો આ પોલિસી વિશે

New Telecom Infrastructure Policy-2022 : ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગનું વધુ એક નક્કર કદમ.

GANDHINAGAR : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા મિશનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા વધુ એક પહેલરૂપ નક્કર પગલુ ભરવામાં આવ્યુ છે.

‘ઓપ્ટિકલ ફાઈબર’ અને ‘મોબાઈલ ટાવર’ પ્રસ્થાપિત કરવા માટે તેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપતા રાજ્યના તમામ વહીવટી વિભાગોની એક સંકલિત પોલિસી “ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-૨૦૨૨” જાહેર કરવામાં આવી છે.

આ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી થકી હવે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે Single Window Clearance પેટર્નથી ઇન્સ્ટોલેશન પરવાનગી મળતી થશે. 

પર્યાપ્ત બેન્ડવિથ સાથે એક મજબૂત માહિતી અને સંચાર ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રાજ્યમાં અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને ટેલિકોમ ટાવર સ્થાપિત કરવાની જરૂરિયાતોને ધ્યાને લેતાં ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં “ Right of Way (ROW) POLICY ” જાહેર કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાત રાજ્યમાં પણ આ પોલિસીની જરૂરિયાતોને ધ્યાને લઇને આ નવી ROW (રો) પોલીસી તૈયાર કરવામાં આવી છે.

ગુજરાતમાં અલગ અલગ વહીવટી વિભાગો દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવર ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા અલગ-અલગ નીતિઓ અમલી હતી. પરંતુ સમગ્ર રાજયમાં અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (ઓપ્ટિકલ ફાઈબર) અને ઓવરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (મોબાઈલ ટાવર) પ્રસ્થાપિત કરવા કોઇ સંકલિત- સમાન નીતિ ન હતી.

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ મંત્રી જીતુ વાઘાણીની દૂરંદેશી નીતિ તેમજ માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા પહેલ કરી રાજયમાં તમામ વહીવટી વિભાગોની આ બાબતે એક સંકલિત પોલીસી બનાવવા સંબંધિત વિભાગો સાથે પરામર્શ કરીને સમગ્ર રાજ્ય માટે અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) માટે અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) માટેના ઇન્સ્ટોલેશન માટેની પરવાનગી આપવાની ભારત સરકારની નીતિને અનુરૂપ Single Window Clearance પેટર્ન મુજબ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રકચર પોલિસી-2022 ની જાહેરાત કરવામાં આવી છે.

આજના આધુનિક યુગમાં ડીજીટલ વ્યવહારની ઝડપ પણ ખુબ અગત્યની છે તે માટે રાજ્યમાં અંડરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (UTl) અને ઓવરગ્રાઉન્ડ ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (OTl) સ્થાવવા માટેની બાબતે સુગમતા તેમજ ઓનલાઇન મંજૂરી જેવી બાબતોને ધ્યાને લઈ ભારત સરકારની 2016ની નિતીને આધારે રાજ્યની આવી નીતિ ઘડવા તૈયાર કરવામાં આવી છે. 

આ નવી “રો” નીતિ મુજબ હવે ટેલિગ્રાફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાવવા માટેની તમામ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન થઇ જશે. તેની મંજુરી માટે 60 દિવસની સમયમર્યાદા નિયત કરાઇ છે. આ મંજુરી માટે અત્યાર સુધી જે જુદા-જુદા વિભાગો પોતાની અલગ-અલગ નીતિ ધરાવતા હતા તેની કાર્યવાહીમાં હવે એકસુત્રતા આવશે. 

રાજ્ય સરકારની નવી ROW (રો) પોલીસીના અમલીકરણથી ઇન્ટરનેટ થકી ઇ-ટ્રાન્ઝેક્શનમાં સુગમતા તથા બેન્ડવીથમાં થનાર વૃધ્ધિને પરિણામે રાજ્ય વિશ્વકક્ષાની હરોળમાં આવશે. રાજયમાં તમામ વહીવટી વિભાગોની એક જ સંકલિત પોલીસી બનવાથી લાભાર્થીઓને એક જ ઓનલાઇન પ્લેટફોર્મ પર કાર્યવાહી કરવી શક્ય બનશે અને “ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ”ની દિશામાં રાજ્યની એક નવી પહેલ લેખાશે.

આ માટેની મંજૂરી માટે નિયત સમય મર્યાદા રાખવામાં આવી હોવાથી વહીવટમાં પારદર્શિતા વધશે તેમજ વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે. એટલુ જ નહિ, આ પોલીસીને લીધે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક આઇ.ટી.ક્ષેત્રનું રાજ્યમાં રોકાણ વધશે. જેને પગલે પરોક્ષ રીતે રોજગારી પણ વધશે અને જેનો ફાયદો રાજ્યના જીડીપીને થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget