Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે
એક સમય હતો જ્યારે લોકો પાસે સલામત અને નિશ્ચિત વળતર સાથે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ નહોતા, પરંતુ હવે સમય ઘણો બદલાઈ ગયો છે.
Post office time deposit : એક સમય હતો જ્યારે લોકો પાસે સલામત અને નિશ્ચિત વળતર સાથે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ નહોતા, પરંતુ હવે સમય ઘણો બદલાઈ ગયો છે. આજે દેશના તમામ વર્ગના લોકો પાસે રોકાણના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. દરેક લોકો બેંક અને પોસ્ટ ઓફિસમાં પૈસાનું રોકાણ કરતા હોય છે. પોસ્ટ ઓફિસ હવે ઘણા પ્રકારની રોકાણ યોજનાઓ ખૂબ જ ઉત્સાહથી ચલાવી રહી છે. તમે પોસ્ટમાં પણ પૈસાનું રોકાણ કરી શકો છો.
SBI કરતાં ડાયરેક્ટ 1 ટકા વધુ વળતર
ખાસ વાત એ છે કે પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકો માટે માત્ર આકર્ષક સ્કીમો જ નથી ચલાવી રહી પરંતુ દેશની મોટી બેંકો કરતા વધુ વળતર પણ આપી રહી છે. હા, પોસ્ટ ઓફિસ દેશની સૌથી મોટી સરકારી બેંક SBI કરતા 5 વર્ષની FD સ્કીમ પર 1 ટકા વધુ વ્યાજ ઓફર કરી રહી છે.
SBI 5 વર્ષની FD પર 6.5% વ્યાજ આપી રહી છે
દેશની સૌથી મોટી સરકારી બેંક - સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI તેના ગ્રાહકોને 5 વર્ષની FD એટલે કે ફિક્સ ડિપોઝિટ પર 6.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. SBI વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષની મુદતવાળી FD સ્કીમ પર 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે.
5 વર્ષના TD પર પોસ્ટ ઓફિસમાં 7.5% વ્યાજ ઉપલબ્ધ છે
બીજી તરફ, પોસ્ટ ઓફિસ તેના તમામ ગ્રાહકોને 5 વર્ષના TD પર 7.5 ટકા વ્યાજ ઓફર કરી રહી છે, પછી ભલે તમારી ઉંમર ગમે તે હોય. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમ બેંકો દ્વારા ચલાવવામાં આવતી FD સ્કીમ જેવી જ છે. FDની જેમ, TDમાં રોકાણકારોને પણ નિશ્ચિત સમય પછી નિશ્ચિત અને ગેરંટી વળતર મળે છે.
ઉદાહરણથી સમજો કે કેટલો તફાવત આવશે
ઉદાહરણ તરીકે, જો તમે વરિષ્ઠ નાગરિક નથી અને SBIમાં 5 વર્ષની FDમાં 5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો મેચ્યોરિટી પર તમને કુલ 6,90,209 લાખ રૂપિયા મળશે. બીજી તરફ, જો તમે પોસ્ટ ઓફિસ ટીડીમાં સમાન રકમનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર કુલ રૂ. 7,24,974 મળશે. એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સરખામણીમાં તમને પોસ્ટ ઓફિસમાં 34,765 રૂપિયા વધુ મળશે.
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ