શોધખોળ કરો

3kW કે 5kW? ઘર માટે કઈ સોલાર સિસ્ટમ છે બેસ્ટ? વીજળી બિલ ઘટાડવા આ વાતોનું ધ્યાન રાખો

3kW vs 5kW Solar System: વીજળીના વધતા બિલથી પરેશાન છો? જાણો તમારી જરૂરિયાત મુજબ 3kW અને 5kW સોલાર પેનલમાંથી કયો વિકલ્પ તમારા ઘર માટે સૌથી સારો અને સસ્તો સાબિત થશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વીજળી બિલ બચાવવા સોલાર સિસ્ટમ, 3kW કે 5kW પસંદ કરો.
  • ઘરના વીજ વપરાશ મુજબ 3kW કે 5kW સિસ્ટમની પસંદગી કરો.
  • 5kW સિસ્ટમ માટે 9-10 પેનલ, 100 ચોરસ ફૂટ જગ્યા જરૂરી.
  • 3kW સિસ્ટમ મહિને ₹3000-₹5000, 5kW સિસ્ટમ ₹5000-₹10000 બચાવશે.

3kW vs 5kW Solar System: ઉનાળો આવતા જ એસી અને પંખાના વપરાશના કારણે વીજળીનું બિલ આસમાને પહોંચી જાય છે. આવામાં વીજળીના બિલમાંથી કાયમી છુટકારો મેળવવા માટે મોટાભાગના લોકો હવે ઘરમાં સોલાર સિસ્ટમ લગાવવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ, જ્યારે સોલાર પેનલ લગાવવાની વાત આવે છે, ત્યારે લોકો સૌથી વધુ એ બાબતે મૂંઝવણમાં મુકાય છે કે તેમના ઘર માટે 3kW ની સિસ્ટમ સારી રહેશે કે 5kW ની? જો તમે પણ આ જ મૂંઝવણમાં છો, તો આજે અમે તમને જણાવીશું કે તમારા ઘરના વીજ વપરાશ, જગ્યા અને બજેટ પ્રમાણે કઈ સોલાર સિસ્ટમ તમારા માટે બેસ્ટ રહેશે, જેથી તમારા પૈસા પણ બચે અને ભવિષ્યમાં વીજળીની કોઈ કમી ન રહે.

તમારો વીજળીનો વપરાશ કેટલો છે?

સોલાર પેનલની સાઈઝ પસંદ કરતી વખતે સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે તમારા ઘરમાં દરરોજ કેટલા યુનિટ વીજળી વપરાય છે. આ જાણવા માટે તમે તમારું લાઈટ બિલ ચેક કરી શકો છો. સામાન્ય રીતે, એક 2BHK ઘરમાં રોજના 6 થી 10 યુનિટ વીજળી વપરાતી હોય છે. જ્યારે મોટા ઘરમાં ઉપકરણો વધારે હોવાથી આ વપરાશ 15 થી 25 યુનિટ સુધી જઈ શકે છે. જો આપણે ઉત્પાદનની વાત કરીએ તો, 3kW ની સોલાર સિસ્ટમ રોજના 15 થી 18 યુનિટ વીજળી પેદા કરે છે, જ્યારે 5kW ની સિસ્ટમ રોજના 25 થી 30 યુનિટ વીજળી આપે છે. તમારા રોજના વપરાશને આ આંકડા સાથે સરખાવીને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે?

આજકાલ બજારમાં 550W ની સોલાર પેનલ વધુ ચાલે છે. જો તમે 5kW ની સિસ્ટમ લગાવો છો, તો તમારે 9 થી 10 પેનલની જરૂર પડશે. પેનલ હંમેશા છત પર દક્ષિણ દિશા તરફ થોડી ઢળતી રાખવામાં આવે છે, જેથી તેના પર વધુમાં વધુ સૂર્યપ્રકાશ પડે. સામાન્ય રીતે 1kW ની સિસ્ટમ લગાવવા માટે લગભગ 100 ચોરસ ફૂટ જેટલી જગ્યાની જરૂર પડે છે. તે હિસાબે તમે 3kW અને 5kW માટે જરૂરી જગ્યાની ગણતરી જાતે જ કરી શકો છો. બસ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે પેનલ હંમેશા એવી જગ્યાએ જ લગાવો જ્યાં આજુબાજુ કોઈ બિલ્ડીંગ કે ઝાડનો છાંયો ન આવતો હોય.

આ પણ વાંચોઃ 1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે

વીજળી બિલમાં કેટલા રૂપિયાની બચત થશે?

સોલાર પેનલ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશમાંથી વીજળી બનાવે છે. જેટલો વધુ તડકો, તેટલી વધુ વીજળી!

જો તમારા ઘરમાં 1 એસી, ફ્રિજ, ટીવી અને પંખા જેવી વસ્તુઓ ચાલે છે, તો 3kW ની સિસ્ટમ તમારા માટે એકદમ પૂરતી છે. આનાથી તમે દર મહિને 3,000 થી 5,000 રૂપિયાનું બિલ બચાવી શકો છો.

પરંતુ, જો તમારા ઘરમાં 2 એસી અને અન્ય વધારે હેવી ઉપકરણો છે, તો તમારે 5kW ની સિસ્ટમ લગાવવી જોઈએ. 5kW ની સિસ્ટમથી તમે દર મહિને 5,000 થી 10,000 રૂપિયા સુધીની માતબર બચત કરી શકો છો.

આમ, તમે જે પૈસા સોલાર સિસ્ટમ લગાવવામાં ખર્ચ્યા છે, તે વીજળી બિલની બચત રૂપે માત્ર થોડા જ વર્ષોમાં પાછા વસૂલ થઈ જાય છે અને પછી આખી જિંદગી મફત વીજળીનો આનંદ માણી શકાય છે.

આ પણ વાંચોઃ પીએમ સૂર્ય ઘર યોજનાનો લાભ કોને મળશે અને કોને નહીં? અરજી કરતા પહેલા ફટાફટ ચેક કરો નિયમો

Frequently Asked Questions

મારા ઘર માટે 3kW કે 5kW ની સોલાર સિસ્ટમ કઈ યોગ્ય છે?

તમારા ઘરના વીજ વપરાશ, ઉપલબ્ધ જગ્યા અને બજેટ પ્રમાણે યોગ્ય સિસ્ટમ પસંદ કરવી જોઈએ. વીજ વપરાશ જાણીને તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

સોલાર સિસ્ટમ લગાવવા માટે કેટલી જગ્યાની જરૂર પડે છે?

સામાન્ય રીતે 1kW ની સિસ્ટમ માટે લગભગ 100 ચોરસ ફૂટ જગ્યાની જરૂર પડે છે. 3kW અને 5kW સિસ્ટમ માટે આ હિસાબે ગણતરી કરી શકાય છે.

સોલાર સિસ્ટમ લગાવવાથી વીજળી બિલમાં કેટલી બચત થશે?

3kW સિસ્ટમથી દર મહિને 3,000 થી 5,000 રૂપિયા અને 5kW સિસ્ટમથી 5,000 થી 10,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

3kW ની સોલાર સિસ્ટમ કેટલા યુનિટ વીજળી પેદા કરે છે?

3kW ની સોલાર સિસ્ટમ રોજના 15 થી 18 યુનિટ વીજળી પેદા કરે છે, જે સામાન્ય ઘર વપરાશ માટે પૂરતી છે.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
પોસ્ટ ઓફિસમાં ₹1 લાખ રોકવા છે? જાણો RD, TD અને NSC માં ક્યાં મળશે સૌથી વધારે વ્યાજ દર
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget