શોધખોળ કરો
Advertisement
ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે ચાર ઈનોવેટિવ પ્રોડક્ટ્સ સાથે વેબસાઈટ રિ-લોન્ચ કરી
બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ, પોર્ટફોલિઓ ઓપ્ટીમાઈઝર, ઈન્વેસ્ટમેન્ટ્ઝ બકેટ્સ અને ડીઆઈવાય(ડુ ઈટ યોરસેલ્ફ) સ્કેનર્સ જેવી ચાર નવી પ્રોડક્ટ્સનો ઉમેરો કર્યો છે.
મુંબઈ: દેશમાં અગ્રણી બ્રોકરેજ હાઉસ ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝે ગ્રાહકોને શેરબજારમાં રોકાણ માટે નિર્ણયો લેવામાં આસાની રહે તેમજ રોકાણકારો તેમના પોર્ટફોલિયોનું સરળ મેનેજમેન્ટ કરી શકે તે માટે ચાર નવી અજોડ અને ઈનોવેટિવ પ્રોડક્ટ્સનો ઉમેરો કરીને પોતાની વેબસાઈટ(www.tradebulls.in Tradebulls 2.0)નું રિલોન્ચિંગ કર્યું છે. કંપનીની નવી વેબસાઈટ ચાર નવી પ્રોડક્ટ્સ ઉપરાંત નવીન ડિઝાઈન સાથે વધુ સારો નેવિગેશન અને ફંક્શન્સનો અનુભવ પૂરો પાડી રહી છે.બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ, પોર્ટફોલિઓ ઓપ્ટીમાઈઝર, ઈન્વેસ્ટમેન્ટ્ઝ બકેટ્સ અને ડીઆઈવાય(ડુ ઈટ યોરસેલ્ફ) સ્કેનર્સ જેવી ચાર નવી પ્રોડક્ટ્સનો ઉમેરો કર્યો છે. જે તેના લાખો રિટેલ રોકાણકારોને વધુ સારા ટ્રેડિંગ નિર્ણયો લેવામાં તેમજ પોર્ટફોલિયોના સરળ મેનેજમેન્ટમાં ખૂબ સહાયરૂપ થશે.
ટ્રેડબુલ્સના સીએમડી દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે ભારતીય ગ્રાહકોના નાણાકિય સ્વપ્નો અને મહત્વાકાંક્ષાઓને અમે સમજીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ. અમારો ઉદ્દેશ શરૂથી જ દરેક ગ્રાહકને તેની વ્યક્તિગત અપેક્ષા મુજબ શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સેવા પૂરી પાડવાનો રહ્યો છે. આ હેતુથી જ અમે ઉપરોક્ત ચાર પ્રોડક્ટ્સને તૈયાર કરી છે. જે અમારા વેબસાઈટ વિઝિટર્સને ઓફલાઈન તથા ઓનલાઈન, બંને દુનિયાની અજોડ પ્રોડક્ટ્સ પૂરી પાડશે. આ નવી રજૂઆત તેમની પર્સનલાઈઝ્ડ ફાઈનાન્સિયલ જરૂરિયાતોને પૂર્ણ કરશે. નવી ચારેય પ્રોડક્ટ્સમાં ટાર્ગેટ ગ્રાહકને તેના નાણાકિય ધ્યેય તેની જરૂરિયાત મુજબ નક્કી કરવામાં સહાયરૂપ થશે. તેમજ તેમના ધ્યેય અનુસાર શેર્સ અને મ્યુચ્યુલ ફંડ્સની પસંદગી આસાન બનાવશે. પોર્ટફોલિયો ઓપ્ટીમાઈઝર ગ્રાહકના પોર્ટફોલિયોની હેલ્થનું એનાલિસીસ કરશે અને તેના રિસ્ક પ્રોફાઈલને અનુરૂપ સમયાંતરે તેને સતત ભલામણો કરતું રહેશે.
ઈન્વેસ્ટમેન્ટ બકેટ્સ નામની પ્રોડક્ટ ગ્રાહકને તેના રિસ્ક પ્રોફાઈલ મુજબ પ્રિડિફાઈન્ડ ઈન્વેસ્ટમેન્ટ આઈડિયાઝ પૂરા પાડશે. સાથે તમામ શેર્સ અને મ્યુચ્યુલ ફંડ્સનું ઈન-ડેપ્થ એનાલિસીસ પણ પુરું પાડશે. ડીઆઈવાય(ડુ ઈટ યોરસેલ્ફ) સ્કેનર્સ જેવી પ્રોડક્ટ રોકાણકારને તેના રિસ્ક એપેટાઈટને આધારે પોર્ટફોલિયો ડિઝાઈન કરવામાં મદદ કરશે. જેમાં ગ્રાહક શેરના ભાવ, માર્કેટ-કેપ, ડિવિડન્સ યિલ્ડ, પીઈ રેશિયો અને અન્ય ૧૨૦ ફંડામેન્ટલ-ટેક્નિકલ માપદંડોને આધારે સ્ટોક્સનું ફિલ્ટરીંગ કરી શકશે. ટ્રેડબુલ્સના ડિરેક્ટર આસિફ હિરાણીએ જણાવ્યું હતું કે તેઓ વૃદ્ધિ માટે વર્તમાન ડિજિટલ યુગમાં ગ્રાહકો સાથે તાલ મિલાવીને ચાલવામાં માને છે અને તેથી જ દરેક ગ્રાહકની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કંપની ટેક્નોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહી છે. અમારા ગ્રાહકો મજબૂત ડિજિટલ પરિપક્વ થવા સાથે ઝડપી વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે અને અમે તેમને ઉત્તમ ડિજિટલ અનુભવ પૂરો પાડી રહ્યાં છીએ.
૨૦૦૯માં સ્થાપિત ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ દેશની અગ્રણી બ્રોકિંગ કંપની છે. જે ઈક્વિટી, કરન્સી, કોમોડિટીઝ, ડેરિવેટિવ્સ અને મ્યુચ્યુલ ફંડ્સ વગેરેમાં ઈન્વેસ્ટમેન્ટ-ટ્રેડિંગની સેવા પૂરી પાડે છે. કંપની ગુજરાતમાં સૌથી મોટા ઈક્વિટી બ્રોકરનું સ્થાન ધરાવે છે. તે ૧૮થી વધુ શાખાઓ અને ૧૦૦૦થી વધુ કર્મચારી ધરાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion