ATM Card: તમારા એટીએમ કાર્ડમાં છુપાયેલા છે આ ફાયદાઓ, જાણો એટીએમ અને તેના લાભ વિશે........
એટીએમ કાર્ડ પર ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીનો ઇશ્યૉરન્સનો લાભ મળે છે, જેની જાણકારી ઘણીવાર સામાન્ય લોકોને નથી હોતી. આ કારણથી તે આ મોટા ફાયદાનો લાભ નથી ઉઠાવી શકતા.
ATM Card: આજકાલ બેન્કિંગ સિસ્ટમમાં કેટલાક મોટા ફેરફાર થયા છે, આમાનો એક છે ક્રેડિટ કાર્ડ (Credit Card) અને ડેબિટ કાર્ડ (Debit Card). જ્યારે આપણે કોઇપણ બેન્કમાં પ્રધાનમંત્રી જનધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) અંતર્ગત ખાતુ ખોલાવીઓ છીએ, તો આપણને એક ડેબિટ કાર્ડ પણ મળે છે. આ ઓનલાઇન પેમેન્ટ (Online Payment) થી લઇને કેશ વિડ્રૉલ કરવામાં (Cash Withdrawal) લોકોને મદદ કરે છે, પરંતુ કેશ વિડ્રૉલ ઉપરાંત એટીએમ કાર્ડ (ATM Card) ના બીજા કેટલાય લાભો છે જે સામાન્ય રીતે કોઇને નથી ખબર હોતી. આમાને એક લાભ છે એટીએમ કાર્ડ પર મળનારા ઇન્શ્યૉરન્સનો...
ઉલ્લેખનીય છે કે એટીએમ કાર્ડ પર ગ્રાહકોને 5 લાખ રૂપિયા સુધીનો ઇશ્યૉરન્સનો લાભ મળે છે, જેની જાણકારી ઘણીવાર સામાન્ય લોકોને નથી હોતી. આ કારણથી તે આ મોટા ફાયદાનો લાભ નથી ઉઠાવી શકતા.
આ લોકોને મળે છે ઇન્શ્યૉરન્સનો લાભ -
ખાસ વાત છે કે માત્ર તે લોકોને એટીએમ કાર્ડ ઇન્શ્યૉરન્સ (ATM Card Insurance) નો લાભ મળે છે, જે ઓછામાં ઓછુ આ એટીએમ કાર્ડનો 45 દિવસ સુધી યૂઝ કરે છે. આ સુવિધા કોઇપણ સરકારી કે બિનસરકારી એટીએમ કાર્ડમાં મળી શકે છે. આની સાથે જ આ ઇન્શ્યૉરન્સનો કેટલો લાભ મળશે તે પણ એ વાત પર નિર્ભર કરે છે કે તમારુ એટીએમ કાર્ડ કયા કેટેગરીનુ છે. અમે તમને અલગ અલગ કાર્ડ પર મળનારા ઇન્શ્યૉરન્સ રકમ વિશે જાણકારી આપી રહ્યાં છીએ.
જાણો કેટલા પ્રકારના હોય છે એટીએમ કાર્ડ અને તે પ્રમાણે શું મળે છે કવરેજ -
ક્લાસિક કાર્ડ (Classic Card)- 1 લાખ રૂપિયાનો ઇન્શ્યૉરન્સ
પ્લેટિનમ કાર્ડ (Platinum Card)- 2 લાખ રૂપિયા
સામાન્ય માસ્ટર કાર્ડ (Mastercard)- 50 હજાર રૂપિયાનો ઇન્શ્યૉરન્સ
પ્લેટિનમ માસ્ટર કાર્ડ (Platinum Mastercard)- 5 લાખ રૂપિયાનો ઇન્શ્યૉરન્સ
વીઝા કાર્ડ (Visa Card)- 1.5 થી 2 લાખ રૂપિયાનો ઇન્શ્યૉરન્સ
પ્રધાનમંત્રી જનધન ખાતા અંતર્ગત મળનારા રૂપે કાર્ડ (RuPay Card)- 1 થી 2 લાખ રૂપિયાનો ઇન્શ્યૉરન્સ
મૃત્યુ થવા પર મળે છે ક્લેમ -
અલગ અલગ કેટેગરીમાં એટીએમ કાર્ડ હૉલ્ડરને 5 લાખ રૂપિયા સુધીના ઇન્શ્યૉરન્સનો લાભ મળી શકે છે, જો કોઇ વ્યક્તિનું દૂર્ઘટનામાં મૃત્યુ (Accidental Death Claim) થઇ જાય છે, તો આવી સ્થિતિમાં તેના પરિવારને 5 લાખ સુધીના ઇન્શ્યૉરન્સનો લાભ મળે છે.
ક્લેમ કરવાની પ્રૉસેસ -
જો કોઇ વ્યક્તિનુ દૂર્ઘટનામાં મૃત્યુ થઇ જાય છે, તો આવી સ્થિતિમામાં પરિવારના લોકો ઇન્શ્યૉરન્સનો ડેથ ક્લેમ કરી શકે છે. આની સાથે જ દુર્ઘટનામાં દિવ્યાંગ થવાની સ્થિતિમાં 50 થી 1 લાખ રૂપિયા સુધીનુ કવરેજ મળે છે. આ આવામાં આ ક્લેમને લેવા માટે તમારે સંબંધિત બેન્કમાં મૃતકના ડેથ સર્ટિફિકેટ (Death Certificate), એફઆઇઆરની કૉપી (FIR Copy), આશ્રિતનુ પ્રમાણપત્ર વગેરે જરૂરી ડૉક્યૂમેન્ટ બતાવીને આ ઇન્શ્યૉરન્સનો ક્લેમ (Insurance Claim) કરી શકો છે.