Utility News: પાન કાર્ડ માટે કઇ રીતે કરશો ઇઝીલી એપ્લાય, જાણો પ્રૉસેસ....
આજકાલ પાન કાર્ડની જરૂરિયાત લગભગ દરેક જગ્યાએ પડવા લાગી છે. બેન્ક ખાતું ખોલાવવાથી લઈને ટેક્સ ભરવા સુધીની દરેક વસ્તુ માટે પાન કાર્ડ જરૂરી છે
Pan Card Apply: આજકાલ પાન કાર્ડની જરૂરિયાત લગભગ દરેક જગ્યાએ પડવા લાગી છે. બેન્ક ખાતું ખોલાવવાથી લઈને ટેક્સ ભરવા સુધીની દરેક વસ્તુ માટે પાન કાર્ડ જરૂરી છે. આ એક મહત્વપૂર્ણ ડૉક્યૂમેન્ટ છે. તેનો ઉપયોગ નાણાકીય વ્યવહારો માટે પણ થાય છે. આ ઉપરાંત તે ITR ભરવા અને TDSનો ક્લેઇમ કરવા માટે પણ ઉપયોગી છે. આ ઉપરાંત ઓળખ કાર્ડ અને એડ્રેસ પ્રૂફ માટે પાન કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો તમે અહીં બતાવેલી પ્રૉસેસ જોઇને અરજી કરી શકો છો....
શું છે રીત
આ પ્રક્રિયા દ્વારા તમે ઘરે બેસીને PAN કાર્ડ માટે અરજી કરી શકો છો, જેના માટે તમારે કોઈ ઓફિસ અથવા કાર્યસ્થળ પર જવાની જરૂર નહીં પડે. આ પ્રક્રિયાની મદદથી સરકાર તમારું પાન કાર્ડ બનાવીને તમારા ઘરે મોકલી દેશે. જો તમે પાન કાર્ડ માટે અરજી કરો છો, તો તમારે કેટલીક ફી પણ ચૂકવવી પડશે. ભારતીય માટે આ ફી 110 રૂપિયા છે અને જો કોઈ વિદેશી અરજી કરે છે, તો તેણે 864 રૂપિયા ચૂકવવા પડશે, GST ચાર્જ અલગથી લઈ શકાય છે. પેમેન્ટ ઓનલાઈન કરી શકાશે. નેટ બેન્કિંગ અને ડેબિટ ક્રેડિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરી શકાય છે.
પાન કાર્ડ એપ્લિકેશન માટે, NSDL અને UTIITSL ની વેબસાઇટની મુલાકાત લો.
વેબસાઈટ પર 'નવા PAN'ના ઓપ્શન પર ક્લિક કરો.
ત્યાં PAN ફૉર્મ 49A માં તમારી માહિતી ભરો અને તેને સબમિટ કરો.
પાન કાર્ડ માટે અરજી કર્યા પછી તમારે એક ડૉક્યૂમેન્ટ આપવું પડશે. તમે નવા પેજ પર ડૉક્યૂમેન્ટ અપલૉડ કરી શકો છો. ડૉક્યૂમેન્ટ કર્યા પછી તમારે વેરિફાઇડ ડૉક્યૂમેન્ટ NSDL ને મોકલવા પડશે. જો તમામ ડૉક્યૂમેન્ટ સાચા જણાશે તો તમારું પાન કાર્ડ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. તમને 10 દિવસમાં પાન કાર્ડ આપવામાં આવશે. આ પાન કાર્ડ પૉસ્ટ ઓફિસ દ્વારા તમારા ઘરે આવશે.