શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાગેડુ માલ્યાએ SCને લખ્યો પત્ર, કહ્યુ- મારી અને મારા પરિવારજનોની સંપત્તિ જપ્ત કરવામાં ના આવે
કથિત અનિયમિતતાઓના મામલાનો સામનો કરી રહેલી કિંગફિશર એરલાઇન્સની સંપત્તિઓ સિવાય બાકીની સંપત્તિઓ જપ્ત કરવામાં ના આવે.
નવી દિલ્હીઃ દેશ છોડીને ભાગી ગયેલા લિંકર કિંગ વિજય માલ્યાએ શનિવારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેની અને તેની પરિવારજનોની સંપત્તિઓ જપ્ત કરવામાં ના આવે. માલ્યાએ પોતાના અરજીમા કહ્યું કે, કથિત અનિયમિતતાઓના મામલાનો સામનો કરી રહેલી કિંગફિશર એરલાઇન્સની સંપત્તિઓ સિવાય બાકીની સંપત્તિઓ જપ્ત કરવામાં ના આવે.
મુંબઇ હાઇકોર્ટે 11 જૂલાઇના રોજ માલ્યાની સંપત્તિઓ જપ્ત કરવાને લઇને ખાસ અદાલત દ્ધારા ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે છેલ્લા મહિને માલ્યા દ્ધારા દાખલ અરજીને ફગાવી દીધી હતી. જેમાં મની લોન્ડરિંગ સાથે જોડાયેલા મામલાની સુનાવણી કરી રહેલી વિશેષ અદાલતમાં પેન્ડિંગ કાર્યવાહી પર રોક લગાવવાની વિનંતી કરાઇ હતી. આ વર્ષે પાંચ જાન્યુઆરીના રોજ વિશેષ અદાલતે માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો. ત્યારબાદ કોર્ટે તેની સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે માલ્યા ભારતમાં કથિત રીતે 9000કરોડ રૂપિયાની છેતરપિડી અને મની લોન્ડ્રરિંગ કેસમાં ગુનેગાર છે. માલ્યાનેજામીન મળેલા છે અને તે છેલ્લા વર્ષે બ્રિટનની કોર્ટમાં તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના નિર્ણય વિરુદ્ધ લડી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion