શોધખોળ કરો
Advertisement
યસ બેન્કના પૂર્વ પ્રમોટર રાણા કપૂરે 128 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો બંગલો
ફોર્બ્સે રાણા કપૂરને ઉદય કોટક બાદ ભારતના બીજા સૌથી અમીર બેન્કર ગણાવ્યા હતા.
મુંબઇઃ યસ બેન્ક આર્થિક સ્થિતિનો સામનો કરી રહી છે. યસ બેન્કના પૂર્વ પ્રમોટર અને સંસ્થાપક રાણા કપૂર હાલમાં ચર્ચામાં છે. ઇડીએ રાણા કપૂરના ઘર પર દરોડા પાડી તેમની પૂછપરછ કરી હતી. વર્ષ 2003માં બેન્ક માટે લાઇસન્સ હાંસલ કરનારા કપૂરે 2004માં યસ બેન્કની શરૂઆત કરી હતી પરંતુ ફક્ત 16 વર્ષમાં જ બેન્ક સંકટમાં આવી ગઇ છે. ફોર્બ્સે રાણા કપૂરને ઉદય કોટક બાદ ભારતના બીજા સૌથી અમીર બેન્કર ગણાવ્યા હતા. વર્ષ 2018માં તેમની સંપત્તિ 1.3 અબજ ડોલર આંકવામાં આવી હતી. આ વર્ષે તેમણે મુંબઇમાં 128 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું.
વર્ષ 2018માં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, રાણા કપૂરે મુંબઇના પોશ વિસ્તારમાં 128 કરોડ રૂપિયામાં ઘર ખરીદ્યું હતું. આ ઘર ઓલ્ટમાઉન્ડ રોડ પર છે. આ ઘરની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના માલિક મુકેશ અંબાણી રહે છે તે સિવાય આ વિસ્તારમાં કુમાર મંગલમ બિરલા પણ રહે છે. રાણા કપૂરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગેજ્યુએશન કર્યું છે. બાદમાં તેમણે અમેરિકાથી એમબીએની ડિગ્રી લીધી હતી. તેમણે પોતાના કરિયરની શરૂઆત બેન્ક ઓફ અમેરિકાથી કરી હતી. રાણા કપૂર અને અશોક કપૂરે વર્ષ 2004માં યસ બેન્કની શરૂઆત કરી હતી. અશોક કપૂરનું વર્ષ 2008માં મુંબઇ હુમલામાં મોત થઇ ગયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion