RBI News: RBI માં વાગશે ગુજરાતીનો ડંકો, આ દિગ્ગજ ઉદ્યોગપતિની પાર્ટ ટાઇમ ડિરેક્ટર તરીકે થઈ વરણી
Zydus Life: અમદાવાદ સ્થિત જાણીતા ફાર્મા કંપની ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પાર્ટ ટાઇમ ડિરેક્ટર તરીકે વરણી કરી છે.
Zydus Pankaj Patel News: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં પણ ગુજરાતીનો ડંકો વાગ્યો છે. RBIએ મોટો નિર્ણય કર્યો છે. અમદાવાદ સ્થિત જાણીતા ફાર્મા કંપની ઝાયડસ ગ્રુપના ચેરમેન પકંજ પટેલની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પાર્ટ ટાઇમ ડિરેક્ટર તરીકે વરણી કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ Zydus Lifesciences Limitedના ચેરમેન પંકજ આર. પટેલને RBI ના સેન્ટ્રલ બોર્ડમાં અંશકાલિક બિન-સત્તાવાર નિયામક તરીકે નિયુક્ત કર્યા છે, કંપનીએ મંગળવારે એક અહેવાલમાં માહિતી આપી હતી.
પટેલ હાલમાં બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી, IIM, ઉદયપુરના અધ્યક્ષ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેઓ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરિંગ ગ્રુપ (MSG) અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સહિત અન્ય ઘણી સંસ્થાઓના સભ્ય છે.
Zydus Life's Pankaj R Patel named on RBI Central Board
— ANI Digital (@ani_digital) June 14, 2022
Read @ANI Story | https://t.co/YXzq90cL88#RBI #ZydusLife pic.twitter.com/y8ZNl1Wbp7
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાની કરી જાહેરાત, ટૂંકા ગાળા માટે સેનામાં થશે ભરતી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. આ સાથે ટુંક સમય માટે સેનામાં ભરતી થઈ શકશે. જે અંતર્ગત સૈનિકોની ભરતી ચાર વર્ષના કાર્યકાળ માટે જ કરવામાં આવશે. યોજના મુજબ, ત્રણેય સેવાઓના વડાઓ એક પત્રકાર પરિષદને સંબોધીને યોજનાની વિગતો જાહેર કરશે. ત્રણેય સેનાના વડાઓએ બે અઠવાડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજના વિશે માહિતી આપી હતી, જે ટુંકા કાર્યકાળ માટે સૈનિકોને સૈન્યમાં સામેલ કરવાનો માર્ગ મોકળો કરશે.
અગ્નિપથ ભરતી યોજનાની વિશેષતાઓ-
- સેનામાં ભરતી માત્ર ચાર વર્ષ માટે થશે.
- ચાર વર્ષના સૈનિકોને અગ્નિવીર નામ આપવામાં આવશે.
- ચાર વર્ષ પછી જવાનોની સેવાઓની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા પછી, કેટલાક સૈનિકોની સેવાઓ વધારી શકાય છે. બાકીના નિવૃત્ત થશે.
- ચાર વર્ષની નોકરીમાં છ-નવ મહિનાની તાલીમ પણ સામેલ હશે.
- નિવૃત્તિ પછી પેન્શન મળશે નહીં, પરંતુ એક સામટી રકમ આપવામાં આવશે.
- ખાસ વાત એ હશે કે હવે સેનાની રેજિમેન્ટમાં જાતિ, ધર્મ અને ક્ષેત્રના હિસાબે ભરતી નહીં થાય, પરંતુ દેશવાસીના રૂપમાં થશે. એટલે કે, કોઈપણ જાતિ, ધર્મ અને પ્રદેશના યુવાનો કોઈપણ રેજિમેન્ટ માટે અરજી કરી શકે છે. વાસ્તવમાં, લશ્કરમાં પાયદળ રેજિમેન્ટ અંગ્રેજોના સમયથી બનાવવામાં આવી છે જેમ કે શીખ, જાટ, રાજપૂત, ગોરખા, ડોગરા, કુમાઉ, ગઢવાલ, બિહાર, નાગા, રાજપુતાના-રાઇફલ્સ (રાજરિફ), જમ્મુ અને કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી (જેકલાઈ), જમ્મુ-કાશ્મીર રાઇફલ્સ (જેકરિફ) વગેરે છે. આ તમામ રેજિમેન્ટ જાતિ, વર્ગ, ધર્મ અને પ્રદેશના આધારે તૈયાર કરવામાં આવે છે. સ્વતંત્રતાની આવી એક જ રેજિમેન્ટ છે, ગાર્ડ્સ રેજિમેન્ટ જે અખિલ ભારતીય અખિલ વર્ગના આધારે ઉભી કરવામાં આવી હતી. પરંતુ હવે અગ્નિવીર યોજનામાં માનવામાં આવે છે કે સેનાની તમામ રેજિમેન્ટ અખિલ ભારતીય ઓલ ક્લાસ પર આધારિત હશે. એટલે કે દેશનો કોઈપણ યુવક કોઈપણ રેજિમેન્ટ માટે અરજી કરી શકે છે. આઝાદી બાદથી તેને સંરક્ષણ ક્ષેત્રમાં એક મોટા સંરક્ષણ સુધારા તરીકે ગણવામાં આવે છે.
- જો યોજનાને ટૂંક સમયમાં લીલી ઝંડી મળી જાય, તો આ વર્ષે ઓગસ્ટ મહિનાથી ભરતીઓ શરૂ થશે અને આર્મી (આર્મી, નેવી અને એરફોર્સ)માં ભરતી થશે.