Junagadh Gadi Vivad: જૂનાગઢમાં ગાદીનો ઝઘડો મૂજરા સુધી પહોંચ્યો! મહેશગિરિએ જારી કર્યા 4 વીડિયો
જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર પહોંચી ગયો છે. હકાલપટ્ટી થયા બાદ મહેશગીરીએ હરિગીરી પર અનેક આકરા પ્રહારો કર્યા છે. તેમણે હરિગીરી પર વેશ્યાવૃત્તિ, નકલી સાધુઓ, દારૂ અને મૂજરા થતા હોવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, તેમણે શિવરાત્રીના મેળામાં અસભ્ય પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
મહેશગીરીએ પત્રકાર પરિષદ કરીને કેટલાક વીડિયો પણ રિલીઝ કર્યા છે, જેમાં તેમણે જૂના અખાડાના સંરક્ષક હરિગીરીની જવાબદારીમાં આ બધું ચાલતું હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે જૂના અખાડાના કારણે સાધુ-સંતોની ગરિમા ખરડાઈ રહી છે અને તેના માટે જવાબદાર માત્ર ને માત્ર હરિગીરી છે. મહેશગીરીએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી હરિગીરી ભવનાથ અને ગિરનારમાંથી નહીં જાય ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે.



















