ગુજરાતની આ કંપનીએ કોરોનાની દવાની કિંમતમાં કર્યો તોતિંગ ઘટાડો, જાણો વિગત
પહેલા આ દવાની કિંમત 2800 રૂપિયા હતી. કંપનીએ આ દવા ગત વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરી હતી.
નવી દિલ્હીઃ દવા કંપની ઝાયડસ કેડિલાએ કોવિડ-19ની દવા રેમડેસિવીરની કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીએ જેનેરિક વર્ઝનની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી હતી. કિંમત ઘટ્યા બાદ આ દવા 899 રૂપિયા પ્રતિ શીશી (100 એમજી) મળશે. જોકે આ પહેલા આ દવાની કિંમત 2800 રૂપિયા હતી. કંપનીએ આ દવા ગત વર્ષે ઓગસ્ટમાં લોન્ચ કરી હતી.
કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, રેમડેસિવીર કોવિડ-19ની સારવારમાં મહત્વપૂર્ણ દવા છે. ભાવ ઘટાડવાથી મુશ્કેલ સમયમાં દર્દીને ઘણી મદદ મળશે. કંપનીએ ગત વર્ષે જૂનમાં ગિલ્ડેડ સાયંસેઝ ઇંક સાથે કરાર કર્યો હતો. જે અંતર્ગત USFDA દ્વારા ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.
કેડિલાને જૂન 2020માં મેક્સિકોમાં કોવિડ-19ની સારવારની સંભવિત દવા ડેસીડુસ્ટેટના પરીક્ષણની મંજૂરી મળી હતી. કેડિલા હેલ્થકેરે જણાવ્યું હતું કે કોવિડની સારવારમાં ડીસીડુસ્ટેટના બીજા તબક્કાના પરીક્ષણો હકારાત્મક રહ્યા છે. કંપનીએ કહ્યું કે આ ડ્રગના ઉપયોગથી ઓક્સિજનના સ્તરમાં સુધારો ઉપરાંત લાલ રક્તકણોની રચનામાં વધારો થયો છે.
કોરોનાનો કેસ વધતાં સરકારે લીધું આ પગલું
દેશભરમાં અચાનક વધવા લાગેલા કોરોના સંક્રમણના કેસોથી સરકારની ચિંતામાં વધારો થયો છે. જેના કારણે ભારતથી નિકાસ થતી એસ્ટ્રાજેનેકા કોવિશિલ્ડ વેક્સીનના નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. હાલની સ્થિતિને જોતા સરકારે દેશમાં કોરોના વેક્સીનનો જથ્થો પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેના કારણે અમૂક મહિનાઓ સુધી વેક્સીનના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. 2-3 મહિના બાદ સરકાર સમગ્ર સ્થિતિની સમીક્ષા કરશે. ભારત અત્યાર સુધી 80 દેશોમાં વેક્સીનના છ કરોડ ચાર લાખ ડોઝ મોકલાવી ચુક્યું છે. જ્યારે દેશમાં અત્યાર સુધી પાંચ કરોડ 8 લાખ 41 હજાર 286 કોને વેક્સીનનો ડોઝ અપાઈ ચુક્યો છે.
આજે દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,17,87,534
કુલ રિકવરી 1,12,31,650
કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,95,192
કુલ મૃત્યુઆંક 1,60,692 પર પહોંચ્યો છે.
Surat: ભાજપના નેતાએ કોરોના ગાઇડલાઇનનો કર્યો ઉલાળિયો, દીકરીના લગ્ન પ્રસંગમાં એકઠી કરી ભીડ