PUNJAB : પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની આ બેઠક પર હાર નક્કી, જાણો મોટા સમાચાર
પંજાબમાં કોંગ્રેસના એવા હાલ થયા છે કે મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બે બેઠક પર ચૂંટણી લડ્યા હતા, પણ આ બંને બેઠકો પર તેઓ પાછળ છે.
Election Result 2022 : દેશમાં હાલ ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ટ્રેન્ડમાં પંજાબમાં AAP આગળ અને ઉત્તરપ્રદેશ, ગોવા, મણીપુર, ઉત્તરાખંડમાં ભાજપ આગળ છે. પંજાબમાં AAPએ કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં એક માત્ર પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી, પણ હવે ત્યાં આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કર્યું અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં. કોંગ્રેસના હાથમાંથી પંજાબ સરકી ગયું છે. પંજાબમાં કોંગ્રેસના એવા હાલ થયા છે કે મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બે બેઠક પર ચૂંટણી લડ્યા હતા, પણ આ બંને બેઠકો પર તેઓ પાછળ છે.
આ બેઠક પર ચન્નીની હાર નક્કી
પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે, જેમાં પ્રથમ બેઠક ભદૌર છે અને બીજી બેઠક ચમકૌર સાહિબ છે. આમાંથી ચમકૌર સાહિબમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચરણજીત સિંહ કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની કરતા 4722 મતે આગળ છે. ક્યારે ભદૌર બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાભસિંહ ઉગોકે કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની કરતા 30,519 મતે આગળ છે. એટલે કે લગભગ ભદૌર બેઠક પર મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની હાર નક્કી છે.
કોંગ્રેસના હાથમાંથી પંજાબ ગયું
ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં એક માત્ર પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી, પણ હવે ત્યાં આમ આદમી પાર્ટીએ જોરદાર પ્રદર્શન કર્યું અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યાં. કોંગ્રેસના હાથમાંથી પંજાબ સરકી ગયું. રાહુલ ગાંધી દ્વારા ચરણજીતસિંહ ચન્નીને સીએમ બનાવાવનો માસ્ટરસ્ટ્રોકનો કોઈ જાદુ ચાલ્યો નહી. પંજાબ કોંગ્રેસના આંતરિક ઝઘડાઓનું પરિણામ આજે કોંગ્રેસણને જ ભોગવવું પડી રહ્યું છે.