Lok Sabha Election 2024:ગુજરાતમાં આ 10 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો નક્કી, કોના-કોના નામ છે લિસ્ટમાં, જાણો
કોંગ્રેસના લોકસભાના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રો દ્રારા મળતી માહિતા મુજબ કોંગ્રેસના ગુજરાતના 10 ઉમેદવારના નામ પર મહોર લાગી શકે છે
Lok sabha 2024: લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 10 ઉમેદવારોના નામ લગભગ નક્કી કરી દીધા છે. સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ 10 નામો પર મહોર લાગી છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાને ઉતરાશે. આણંદથી ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને ઉતારશે. સાબરકાંઠા બેઠકથી ભીખાજી ઠાકોર સામે ડૉ. તુષાર ચૌધરીને ટિકિટ લગભગ નક્કી છે. છોટાઉદેપુર લોકસભા બેઠકથી સુખરામ રાઠવાને કોંગ્રેસ મેદાને ઉતારી તેવી શક્યતાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી શકે છે. દાહોદ બેઠકથી પ્રભાબેન તાવિયાડને કોંગ્રેસ ઉમેદવાર બનાવે તે લગભગ નક્કી છે.ખેડા બેઠકથી કાળુસિંહ ડાભીને કોંગ્રેસ મેદાને ઉતારશે. પાટણ લોકસભા બેઠકથી ચંદનજી ઠાકોરની કોંગ્રેસની ટિકિટ નક્કી હોવાનું મનાયું રહ્યું છે.
વિધાનસસભાની પેટાચૂંટણીમાં આ બેઠક પર AAP-કૉંગ્રેસ ગઠબંધનની શકયતા, જાણો ડિટેલ
ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. 5 ખાલી પડેલી બેઠક પર ચૂંટણી 7 મેના રોજ યોજાશે. પેટા ચૂંટણીમાં કોંગ્રસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે લડે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. બંને પાર્ટી વચ્ચે બેઠક યોજાઇ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ માગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ માગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે બંને પક્ષ વચ્ચે બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી 2 બેઠક ગઠબંધન ગઠબંધન અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.
ઉલ્લેખનિય છે કે, બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો 7 મેના રોજ મતદાન યોજાશે. આ તમામ બેઠકોના પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે. વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.