ગૃહમંત્રી વિરુદ્ધ ટિપ્પ્ણી મામલે MLA પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેચાયું, જાણો શું છે વિગત
ગત સુકવારે પૂજા વશ ને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસનું ડેલીગેશને આ મુદ્દે રજુઆત કરતા સસ્પેનશનપરત લેવા માટે સરકારને રજુઆત કરી હતી.
MLA પૂંજા વંશનું સસ્પેન્શન પાછું ખેચાયું છે. નેતા શૈલેષ પરમારે સસ્પેન્શન પાછું ખેચવા માટે માંગણી કરી હતી. પૂજા વંશ સાત દિવસ સુધી સસ્પેન્ડ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે ગૃહમંત્રીની ટીપ્પણી કરવાના પગલે કોંગ્રેસના નેતાને 7 દિવસ સસ્પેન્ડ કરાયા હતા.ગત સુકવારે પૂજા વશ ને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસનું ડેલીગેશને આ મુદ્દે રજુઆત કરતા સસ્પેનશનપરત લેવા માટે સરકારને રજુઆત કરી હતી.
કોંગ્રેસના સિનિયર સભ્યો પૂજા વંશ મામલે પૂન વિચારણા હાથ ધરાઇ હતી હતી અને આખરે આ મામલે સર્વસમહતિ મળતા પૂજા વંશનું સસ્પેન્શન પરત ખેચી લેવાયું છે.પુજા વંશને 7 દિવસ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા હતા. આ ઘટના બાદ વિપક્ષે ગૃહમાથી વોક આઉટ કર્યું હતું અને વિપક્ષના ધારાસભ્યો વિધાનસભા ગૃહ બહાર નીકળી ગયા હતા. પૂજા વંશને સસ્પેન્ડ કરતા કોંગ્રેસે સુત્રોચાર કર્યા હતા.
શું હતો સમગ્ર મામલો
વિધાનસભા બજેટ સત્ર તોફોની રહ્યું હતું. સત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માટે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે બિનસંસદીય શબ્દો કહ્યા હતા, જેથી ગૃહમાં શાસક પક્ષ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવ્યા હતાં.ગૃહમાં હમાં હંગામો મચી ગયો હતો. આખરે શાસક પક્ષની દરખાસ્તને પગલે વિપક્ષી ધારાસભ્ય પૂંજા વંશને ગૃહમાંથી સાત દિવસ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં.
સુરતઃ પાંડેસરા દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારી
પાંડેસરા દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારી છે. આરોપી હર્ષ સહાય ગુર્જરે માતા અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી હત્યા કરી હતી. 2018માં આ ઘટના બની હતી જેના કેસની આજે થયેલી સુનાવણીમાં સુરત કોર્ટે આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા ફટકારી છે. આ સાથે આ ગુનામાં સહ આરોપી હરીઓમને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે.