શોધખોળ કરો

Lok sabha Election 2024 LIVE: લોકસભાની બાકીની ચાર બેઠકોના કોંગ્રેસ આજે નામ કરશે જાહેર, આ નામ નક્કી

રાજ્યમાં લોકોસભાની ચૂંટણીને લઇને ભાજપ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે તો ક્ષત્રિય સમાજ પણ સતત વિરોધ પ્રદર્શ કરી રહ્યું છે.જાણી ચૂંટણી સંબંધિત અપડેટ્સ

LIVE

Key Events
Lok sabha Election 2024 LIVE: લોકસભાની બાકીની ચાર બેઠકોના  કોંગ્રેસ આજે નામ કરશે જાહેર, આ નામ નક્કી

Background

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.

બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.

17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                  

15:17 PM (IST)  •  13 Apr 2024

Lok sabha Election 2024: કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ થઈ નક્કી

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે  કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ  નક્કી થઇ છે. બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર 15 એપ્રિલે ફોર્મ ભરશે, સુરેન્દ્રનગર કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા 15 એપ્રિલે ફોર્મ ભરશે. તો જામનગર કોંગ્રેસના ઉમેદવાર મારવિયા 15 એપ્રિલે  અને બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી 15 એપ્રિલે, કચ્છ કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ 16 એપ્રિલે,સાબરકાંઠા કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી 16 એપ્રિલે,ગાંધીનગર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ 16 એપ્રિલે, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભરત મકવાણા 16 એપ્રિલે ફોર્મ ભરશે અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમ્મર 16 એપ્રિલે અને છોટાઉદેપુર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા 16 એપ્રિલે,વલસાડ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ 16 એપ્રિલે,પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 16 એપ્રિલે ભરશે,પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા 16 એપ્રિલે,પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી 18 એપ્રિલે અને જુનાગઢ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા 18 એપ્રિલે ફોર્મ ભરશે.

13:24 PM (IST)  •  13 Apr 2024

રૂપાલના વિરોધમાં હિંમતનગરમાં વિશાળા ક્ષત્રિય અસ્મિતા સંમેલન

રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઇને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ શમવાનું નામ લેતો નથી. આજે  આ મુદે હિંમતનગરમાં ક્ષત્રિય સમાજ અસ્મિતા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં  સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો  ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે, રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે છે. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ સાથએ  ક્ષત્રિય સમાજ અડગ છે.  અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું, સમગ્ર સંમેલનનો માત્ર એક જ અજેન્ડા છે કે, ટિકિટ રદ કરવી, સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે. અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતા. હિંમતનગરમાં આયોજીત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા,વિજયસિંહ ચાવડા,મહીસાગર મહિલા પ્રમુખ નીરૂબા,અભીજીતસિંહ યુવા પ્રમુખ સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

13:22 PM (IST)  •  13 Apr 2024

ચારણ સમાજ રાજપૂત સમાજની સાથે છે: કબરાઉ મોગલધામના મણિધર બાપુ

 કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ ક્ષત્રિયોને સમર્થન આપ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધ પર મણિધર બાપુએ  પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “ચારણો રાજપૂત સમાજની સાથે છે.અપમાન સામેની લડાઈમાં ક્ષત્રિયોની સાથે ચારણ સમાજ પણ છે. સડેલા રાજકારણમાં મહિલાઓ નહીં પુરુષો બહાર આવે. ક્ષત્રિયોનું અપમાન થાય એમા અઢારે વરણ જોડાયેલી,આવા રાજકારણ માટે જૌહર ન કરાયા,ક્ષત્રિયાણીઓ સાથે ચારણ સમાજ ઉભો  છે”

11:21 AM (IST)  •  13 Apr 2024

Lok sabha Election 2024 LIVE :ચૂંટણી પહેલા મહિલાઓ માટે તેજસ્વી યાદવની મોટી જાહેરાત

રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો 'પરિવર્તન પત્ર' નામનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. દરમિયાન, મેનિફેસ્ટો જાહેર કર્યા પછી, તેજસ્વી યાદવે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ટ્વિટ કર્યું.

11:20 AM (IST)  •  13 Apr 2024

Lok sabha Election 2024 LIVE :યુથ કોંગ્રેસને બહાદુર પ્રમુખ મળ્યો

પીપીસી ચીફ જીતુ પટવારીએ કહ્યું કે યુથ કોંગ્રેસને એક બહાદુર પ્રમુખ મળ્યો છે જેની નસોમાં કોંગ્રેસનું લોહી વિરાસતથી વહે છે, તેમના પિતા સ્વર્ગસ્થ દર્શન સિંહ યાદવે પણ ગ્વાલિયરમાં જિલ્લા અધ્યક્ષનું પદ સંભાળીને કોંગ્રેસ સંગઠનને મજબૂત કર્યું છે. માત્ર રાજ્ય જ નહીં પરંતુ દેશની ભાજપ સરકારોએ દેશ અને રાજ્યના યુવાનોને છેતર્યા છે. યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે અને વડાપ્રધાન કહેતા હતા કે એક વર્ષમાં બે કરોડ યુવાનોને રોજગાર આપશે, રોજગાર ક્યાં છે, કોને મળ્યો?

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડAnand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડGodhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget