ચીનમાં ફરી વકર્યો કોરોના, ડેલ્ટા વેરિયન્ટનો કેર વધતા ફરી અનેક વિસ્તારમાં લોકડાઉન, જાણો શું છે સ્થિતિ
ચાઇનાના ઘણા વિસ્તારોમાં કોરોના વાઇરસ કા ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ વધ્યું છે. ડેલ્ટા વેરિયન્ટના કેસમાં વધારો થતાં ચીનના પર્યટક સ્થળોને ફરી બંધ કરી દેવાયા છે.

ચાઇનાના ઘણા વિસ્તારોમાં કોરોના વાઇરસ કા ડેલ્ટા વેરિયન્ટનું સંક્રમણ વધ્યું છે. ડેલ્ટા વેરિયન્ટના કેસમાં વધારો થતાં ચીનના પર્યટક સ્થળોને ફરી બંધ કરી દેવાયા છે.
ચીનના ઉત્તર-પશ્ચિમમાં ઇનર મંગોલિયાની એજિન કાઉન્ટીમાં લોકોને સોમવારથી ઘરમાં જ રહેવાની સૂચના અપાઇ છે. એજિનની આબાદી 35,700 છે. આ વિસ્તારમાં કોવિડની ગાઇડલાઈનનું કડકાઇથી પાલન કરવા માટે સૂચના અપાઇ છે. હાલ એજિન કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. અહીં ગત સપ્તાહ 150થી વધુ સંક્રમિત મળી ચૂક્યાં છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે. જો કોઇ આદેશનું પાલન ન કર્યું તો એ લોકો સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ નેશનલ હેલ્થ કમિશને ચેતાવણી આપી છે કે, લગભગ એક સપ્તાહમાં કોવિડ ઇન્કેકશન 11 રાજ્યોમાં ફેલાઇ ગયું છે. આ સ્થિતિમાં આવનાર દિવસમાં સ્થિતિ ખરાબ થઇ શકે છે. કોવિડના કેસ વધતાં એજિનમાં લોકડાઉન લાદી દેવાયું છે. ચીનમાં સોમવારે 38 કેસ નોંધાયા. તેમાંથી અડધા ઇનર મંગોલિયાના છે.
ચીનની રાજધાની બીજિંગમાં પણ 12થી વધુ કેસ નોંધાયા છે. કોવિડના કેસમા વધારો થતાં ગાંસૂ પ્રાંતના દરેક પર્યટક સ્થળોને પણ બંધ કરી દેવાયા છે. ગાંસૂ વિસ્તાર બૌદ્ધ ધર્મ સંબંધિત ચિત્રોવાળી ગુફા અને અન્ય ધાર્મિક સ્થળ માટે ઓળખાય છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાંથી 35 કોરોનાના નવા કેસ નોંધાયા જેમાંથી 4 ગાંસૂથી છે.
દેશમાં કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા
કોરોનાનાનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે ત્યારે દિલ્લી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.





















