શોધખોળ કરો

Covid 19 Cases in India: કોરોનાએ ફરી વધારી ચિંતા, છેલ્લા 24 કલાકમાં 600થી વધુ નોંધાયા પોઝિટિવ કેસ, ત્રણના મોત

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે.

Covid 19 Cases in India:દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે, જે 21 મે પછી જોવા મળેલા સૌથી વધુ કેસ છે. આ સાથે દેશમાં  એક્ટિલ  કેસની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.

કોવિડના કારણે કેરળમાં 3નાં મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધીને 5 લાખ 33 હજાર 321 થઈ ગયો છે.

220.67 કરોડ લોકોને અપાઇ વેક્સિન

આ સિવાય દેશમાં કોવિડ-19 કેસની સંખ્યા 4.50 કરોડ પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં આ રોગમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,44,70,346 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય રિકવરી રેટ 98.81 ટકા છે, જ્યારે કેસમાં મૃત્યુ દર 1.19 ટકા છે. ઉલ્લેખનિય છે કે,  દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

કોરોનાની વાયબ્રન્ટ સમિટ પર અસર નહીં થાય, 25 દેશ પાર્ટનર તરીકે જોડાશેઃ ઋષિકેશ પટેલ

Vibrant Gujarat: ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું, કોરોનાના નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને અસર નહીં થાય. કોરોનાના નવા વેરિયંટથી સતર્ક રહેવું જરૂરી છે. કોરોનાનો નવો વેરિયંટ માઈલ્ડ પ્રકારનો છે, ચિંતાજનક નથી. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે . હાલના સમયમાં માત્ર સાવધાની રાખવાની વાત છે. 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે. સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે.

વાયબ્રન્ટ સમિટને લઈ શું કહ્યું ઋષિકેશ પટેલે

ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટને લઈ કહ્યું, સમિટમાં 25 દેશ જોડાશે.72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાયબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.

એમઓયુથી 12 લાખ લોકોને રોજગારી મળશે

આ ઉપરાંત તેમણે કહ્યું MOU પ્લસની નીતિ લાવ્યા છીએ. 1 લાખ 56 હજાર કરોડના આજે 147 MOU થયા છે. કુલ 2747 MOUમાં 3.37 લાખ કરોડના MOU થયા છે. 12 લાખથી પણ વધુને રોજગારી મળે તેવા MOU થયા છે. ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝનું આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. ક્વિઝમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. તાલુકા અને જિલ્લા લેવલે ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા, કોલેજ અને અન્ય નાગરિકો ક્વિઝમાં ભાગ લઈ શકશે. ક્વિઝ સરકાર સાથે જોડાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નશા માટે દવાનો ડોઝHun To Bolish : હું તો બોલીશ : તુવેરના ટેકામાં પણ તરકટ?Vimal Chudasama allegation: જુનાગઢમાં બેફામ ખનીજ ચોરીનો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપAhmedabad: અમદાવાદના નાગરિકોને સરકારની વધુ એક ભેટ , વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી બનશે ઓવરબ્રિજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
પત્નીનો અશ્લીલ વીડિયો બનાવીને ફેસબુક પર કર્યો પોસ્ટ, પતિની હરકત પર હાઇકોર્ટને આવ્યો ગુસ્સો
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
NSE IPO: NSEના આઇપીઓને જલદી મળી શકે છે સેબીની મંજૂરી, 2016થી રોકાણકારો જોઇ રહ્યા છે રાહ
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
જાણો કોણ છે આશુતોષ શર્મા અને વિપરાજ નિગમ, જેણે દિલ્હી કેપિટલ્સને હારેલી બાજી જીતાડી
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
3 વર્ષની દીકરીને મળ્યો ન્યાય: વલસાડમાં દુષ્કર્મનો કેસ ફાસ્ટ ટ્રેક પર! ૯ દિવસમાં ચાર્જશીટ, ૬ મહિનામાં આજીવન કેદની સજા
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
ઘરે આવી નાનકડી પરી! કેએલ રાહુલ બન્યા પિતા, IPL વચ્ચે મળ્યા ખુશીના સમાચાર
Embed widget