(Source: ECI/ABP News/ABP Majha)
Covid: દિલ્લીમાં કોરોનાએ વધારી ચિંતા,શહેરમાં દરેક છઠ્ઠી વ્યક્તિ સંક્રમિત, આ લક્ષણો અનુભવાય તો થઇ જાવ સાવધાન
કોરોનાના વધતા જતાં કેસે ફરી ચિંતા જગાડી છે. નવા વેરિઅન્ટ XBB.1.16ના કેસો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં દર છઠ્ઠો વ્યક્તિ સંક્રમિત છે
Covid: કોરોનાના વધતા જતાં કેસે ફરી ચિંતા જગાડી છે. નવા વેરિઅન્ટ XBB.1.16ના કેસો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં દર છઠ્ઠો વ્યક્તિ સંક્રમિત છે
કોરોનાના વધતા જતાં કેસે ફરી ચિંતા જગાડી છે. દેશમાં કોરોના સંક્રમણનો આ નવો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. વર્ષ 2021માં લાખો લોકો કોરોનાને કારણે સંક્રમિત થયા હતા. હજારો લોકોએ જીવ ગુમાવ્યા. જો કે હાલનો પરિવર્તિત વાયરસ XB.1.16 એટલો ખતરનાક નથી, પરંતુ તેનો ચેપી દર અન્ય વાયરસ કરતા ઘણો વધારે છે. જેઓ કોમોર્બિડ એટલે કે અન્ય રોગોથી જે પિડીત છે. તેના માટે આ વાયરસખતરનાક પણ બની શકે છે. કેન્દ્ર સરકારે કોરોનાને રોકવા માટે કોવિડ પ્રોટોકોલ અપનાવવાની અપીલ જારી કરી છે.
દિલ્હીમાં દર છઠ્ઠી વ્યક્તિ સંક્રમિત
દિલ્હીમાં કોરોનાના આંકડા હજુ પણ ભયાનક છે. અહીં તપાસ દરમિયાન દર છઠ્ઠો વ્યક્તિ સંક્રમિત હોનાનું સામે આવ્યું છે. આંકડાઓ અનુસાર, દિલ્હીમાં દરરોજ આવતા પોઝિટિવ કેસોની સંખ્યા 500 પર પહોંચી ગઈ છે, જ્યારે દેશભરમાં આ આંકડો 4000ને વટાવી ગયો છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો લોકોને કોરોના સંક્રમણથી બચવાની સલાહ આપી રહ્યા છે. દિલ્હી સરકારે લોકોને કહ્યું છે કે કોરોના હવામાં તરી રહ્યો છે, તેથી તેનાથી બચવું ખૂબ જ મુશ્કેલ છે.
વિશ્વમાં એક મહિનામાં 25 હજારથી વધુ મોત
તાજેતરમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોનાના વધતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સંસ્થાએ ભારત સહિત તમામ દેશોને કોવિડ સંક્રમણથી બચવા સાવચેતી રાખવાની સલાહ પણ આપી છે. સાપ્તાહિક રોગચાળાના અહેવાલ મુજબ, 27 ફેબ્રુઆરીથી 26 માર્ચ 2023 સુધીમાં, લગભગ 3.6 મિલિયન નવા કેસ નોંધાયા છે. 25 હજારથી વધુ મોત નોંધાયા છે. WHOમાં કોવિડ-19 કેસની ટેકનિકલ લીડ ડો. મારિયા વાન કેરખોવે કહે છે કે 22 દેશોમાં કોરોનાના 800 થી વધુ સિક્વન્સ જોવા મળ્યા છે. આમાંથી મોટા ભાગના ભારતના છે.
XBB.1.16 વેરિઅન્ટના છે લક્ષણો
નિષ્ણાતોનું કહેવું છે કે, કોરોનાના નવા વેરિઅન્ટના દર્દીઓમાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી નથી. પરંતુ આનો અર્થ એ પણ નથી કે તમે બેદરકારીથી માસ્ક વિના ફરતા રહેવુ. જે લોકો આ નવા વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. તેવા લોકોમાં તાવ અને નાક બંધ થવું, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, થાક જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. કેટલાક દર્દીઓમાં શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ જોવા મળી છે.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો