Alert: શું આપ પણ મોબાઇલ રસોડામાં લઇ જાવ છો? તો પહેલા આ વીડિયો જોઇ લો, આ આદત બની શકે છે જીવલેણ
વીડિયો જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે, મોબાઈલ ફોનમાંથી નીકળતું રેડિયેશન કેટલું ખતરનાક છે. જેના કારણે જોરદાર વિસ્ફોટ થઈ શકે છે.
Viral Video:આજકાલ લોકો પોતાના શરીરના અતૂટ અંગની જેમ મોબાઈલ ફોન હંમેશા પોતાની સાથે રાખે છે. તે જ્યાં પણ જાય છે, તેનો ફોન તેની સાથે જાય છે. કેટલાક લોકોને રસોડામાં અને બાથરૂમમાં પણ મોબાઈલ લઈ જવાની આદત હોય છે. મોબાઈલ એક ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોવાથી ઘણી વખત તેના કારણે વ્યક્તિનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. ઘણા લોકો એવા હોય છે કે જેઓ મોબાઈલમાંથી યૂટ્યુબમાં રેસિપીને જોઇને કેટલીક ડિશ બનાવતા હોય છે. કેટલાક રસોઇ કરતા કરતા મનોરંજન માટે પણ મોબાઇલનો ઉપયોગ કરે છે. જો કેરસોડામાં મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે રસોડામાં ગેસ છે અને તે ખતરો પેદા કરી શકે છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયોની ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રસોડામાં મોબાઈલ લઈને જવો કે મોબાઇલ રાખવો કેટલો ખતરનાક છે. આ વિડીયો જુઓ. એક વ્યક્તિ ગેસ પર રેગ્યુલેટર ફિટ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ગેસ લીક થતાં તે ગભરાઇ જાય છે અને ગેસ ગેસનો સિલિન્ડર દૂર મૂકીને નાસી જાય છે પરંતુ તે ત્યાં રસોડાના પ્લેટફોર્મ પર મોબાઇલ ભૂલી જાય છે આ ભૂલના કારણે ભીષણ આગ લાગે છે. ગેસ જ્યારે મોબાઇલના સંપર્કમાં આવે છે તો વિસ્ફોટ થાય છે અને વિકરાળ આગ લાગે છે. મોબાઇલમાંથી નીકળતા આ ખતરનાક રેડિએશનના કારણે આગ લાગે છે.
View this post on Instagram
બ્લાસ્ટ પાછળનું કારણ શું હતું?
વીડિયો જોઈને સ્પષ્ટપણે સમજી શકાય છે કે, મોબાઈલ ફોનમાંથી નીકળતું રેડિયેશન કેટલું ખતરનાક છે. જેના કારણે જોરદાર વિસ્ફોટ થઈ શકે છે. જ્યારે લીક થયેલો ગેસ ફોનમાંથી નીકળતા રેડિયેશનના સંપર્કમાં આવ્યો ત્યારે જોરદાર ધડાકો જોવા મળ્યો. હવે તમે સમજી જ ગયા હશો કે ફોનને કિચનમાં લઈ જવો ખતરનાક સાબિત થઈ શકે છે.