અચાનક ધોધમાં આવેલા પૂરમાં ડઝનેક લોકો વહી ગયા, Videoમાં કેદ થયું ભયાનક દ્રશ્ય
Viral Shocking Video: લોકોને ચેતવણી આપવાના હેતુથી શેર કરવામાં આવેલો એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોધ પર હાજરો પ્રવાસીઓ અચાનક આવેલા પૂરમાં વહી જતા બતાવવામાં આવ્યા છે.
અચાનક ધોધમાં આવેલા પૂરમાં ડઝનેક લોકો વહી ગયા, Videoમાં કેદ થયું ભયાનક દ્રશ્ય
Viral Shocking Video: લોકોને ચેતવણી આપવાના હેતુથી શેર કરવામાં આવેલો એક વિડિઓ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ધોધ પર હાજરો પ્રવાસીઓ અચાનક આવેલા પૂરમાં વહી જતા બતાવવામાં આવ્યા છે.
Trending Video: ઘણી વખત આવી ભયાનક ઘટનાઓના વિડિઓ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે, જેને જોઈને લોકો હસી પડે છે. આવા ઘણા વિડિઓ ઇન્ટરનેટ પર હાજર છે જ્યાં લોકો તેમના વિડિઓ બનાવવા માટે ભારે જોખમ લેતા હોઈ છે, જે ક્યારેક તેમના જીવન માટે જોખમી સાબિત થાય છે. આવો જ એક વિડિઓ તાજેતરમાં ઇન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં પ્રવાસીઓનું એક જૂથ અચાનક પૂરમાં વહી જતું ઝડપાયું છે. વિડિઓ જોયા બાદ લોકોના હોશ ઉડી ગયા છે.
વાયરલ થઈ રહેલો આ ચોંકાવનારો વિડિઓ 2021માં સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો અને આજકાલ તે ફરીથી ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગ્યો છે. આ વિડિઓને ટ્વિટર પર ‘તાંસુ યેગેન’ નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. આ વિડિઓ શેર કરવાનો હેતુ લોકોને સોશિયલ મીડિયા લાઈક્સ કરતાં તેમના જીવન પ્રત્યે વધુ ગંભીર બનવા માટે જાગૃત કરવાનો છે. આ વાયરલ વિડિઓમાં ફિલિપાઇન્સના એક ધોધમાં અચાનક આવેલ પૂરથી પ્રવાસીઓનું એક આખું જૂથ વહી ગયું , જેને જોતા જ તમે ચોક્કસ ધ્રુજી જશો.
Your life is more important than your number of social media likes👍 pic.twitter.com/COaaTCV4lK
— Tansu YEĞEN (@TansuYegen) December 20, 2022
ફરી વાયરલ થયો આ ભાયાનાક વિડિઓ
વાયરલ વિડિયોમાં, કેટલાક પુરુષો અને સ્ત્રીઓનું જૂથ એક ધોધની નીચે બેસીને આનંદ માણતા જોઈ શકાય છે. આગામી ક્ષણે શું થવાનું છે તેનાથી બધા અજાણ છે. થોડીક સેકન્ડો પછી, પાણીનું જોરદાર મોજું આવ્યું અને બધા પ્રવાસીઓને વહી ગયા. પાણીનો પ્રવાહ તીવ્ર થતાં તમામ પ્રવાસીઓ તેમાં વહેવા લાગ્યા હતા. બે-ચાર લોકો સિવાય તમામ પ્રવાસીઓ અચાનક પૂરમાં વહી જતા જોવા મળ્યા છે.
ફિલિપાઈન્સમાં થયેલા આ ભયાનક અકસ્માતમાં પરિવારના અનેક સભ્યોએ જીવ ગુમાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હૃદયદ્રાવક વાયરલ વિડિઓ ફિલિપાઈન્સમાં 2021 ટીનબાદન ધોધની દુર્ઘટનાનો છે.