Farmers Protest: ખેડૂત ઘરવાપસી માટે તૈયાર, જાણો, આ મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને શું કહ્યુ?
દેશમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હવે અંત આવી ગયો છે. આજથી ખેડૂતો ઘર વાપસી કરી રહ્યાં છે.
ખેડૂત વાપસી:કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંઘીએ ખેડૂત આંદોલનને સપોર્ટ કરતા રહ્યાં છે. ખેડૂત આંદોલન સમાપ્ત થઇ ગયું છે ત્યારે હવે કિશાન દિલ્લી બોર્ડરને ખાલી કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ 11 ડિસેમ્બરથી ખેડૂતોની વાપસીને લઈને વધુ એક ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ પણ ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકારને ટોણો માર્યો છે. રાહુલે ટ્વીટ કર્યું છે કે આજની રાત આ સત્યાગ્રહની છેલ્લી રાત છે.
“અન્યાયના અંધકારને હિંમતથી હરાવીશું,
ન્યાયના માર્ગ પર આગળ વધતા રહીશું”
इस सत्याग्रह की आज आख़री रात है…
— Rahul Gandhi (@RahulGandhi) December 10, 2021
अन्याय के अंधेरे को हिम्मत से हराएँगे,
न्याय की राह पर यूँ ही आगे बढ़ते जाएँगे!#FarmersProtest
આ પહેલા રાહુલ ગાંધીએ ખેડૂતોના ઐતિહાસિક આંદોલનને સ્થગિત કરવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ખુશી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું, “આપણો દેશ મહાન છે, અહીં એક સત્યાગ્રહી ખેડૂત છે! સત્યની આ જીતમાં, અમે શહીદ અન્નદાતાઓને પણ યાદ કરીએ છીએ." કેન્દ્ર સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કર્યા પછી, યુનાઇટેડ કિસાન મોરચા (SKM) એ કહ્યું હતું કે 11 ડિસેમ્બરે ખેડૂતો દિલ્હીની સરહદો પર વિરોધ સ્થળોએથી ઘરે પાછા ફરશે. એટલે કે આજે અન્નદાતાની ઘરે વાપસી થઇ રહી છે.
દેશમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હવે અંત આવી ગયો છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે હવે ખેડૂતો આંદોલનનો અંત કરવા જઇ રહ્યાં છે, દિલ્હી બોર્ડર અને આજુબાજના વિસ્તારોમાં તંબુ બનાવીને અડ્ડો જમાવેલા ખેડૂતો શનિવારથી ઘરે જવા રવાના થશે.
સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ પર બનેલી સહમતિ બાદ ખેડૂત સંગઠનો તરફથી ગુરુવારે આંદોલનને ખતમ કરી દીધુ છે. એટલે કે 378 દિવસો બાદ ખેડૂતોએ આ આંદોલનનો અંત આણ્યો છે, જોકે હજુ ઔપચારિક જાહેરાત બાકી છે. આ પહેલા ખેડૂતોની બાકી માંગો પર સરકાર તરફથી કૃષિ સચિવના હસ્તાક્ષર વાળી ચિઠ્ઠી મોકલવામાં આવી હતી. આ બાદ સંયુક્ત ખેડૂત મોરચાએ બેઠક કરી અને બેઠક પુરી થયા બાદ આંદોલનની વાપસીની જાહેરાત કરી છે.
આ પહેલા સંયુક્ત કિસાન મોરચાના પાંચ સભ્યોવાળી કમિટીના સભ્યો અશોક ધાવલેએ કહ્યું- સરકાર તરફથી મળેલા નવા ડ્રાફ્ટ પર આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ પછી આંદોલન ખતમ કરવાને લઇને સંયુક્ત કિસાન મોરચા તરફથી ફેંસલો લેવામાં આવશે.