Jammu Bus Accident: જમ્મુમાં ભયંકર રોડ દુર્ઘટના, વૈષ્ણવદૈવી જતી બસ ખીણમાં ખાબકી, 10નાં મોત
Jammu Bus Accident: જમ્મુના ઝજ્જર કોટલી વિસ્તારમાં એક ભયંકર બસ અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોનાં મોત થયા છે.
Jammu Bus Accident: જમ્મુના ઝજ્જર કોટલી વિસ્તારમાં એક ભયંકર બસ અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોનાં મોત થયા છે.
જમ્મુમાં એક ભયાનક બસ અકસ્માત થયો જેમાં 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના ઝજ્જર કોટલી વિસ્તારની છે જ્યાં મુસાફરોથી ભરેલી બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી ત્યારે તેણે ડ્રાઇવરે સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ખાઇમાં પડી ગઇ.
J&K | 10 people died after a bus going from Amritsar to Katra fell into a deep gorge. The injured have been shifted to hospital: Jammu DC
— ANI (@ANI) May 30, 2023
ઘટનાને પગલે ઘટનાસ્થળે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
Assam Road Accident: આસામમાં ગમખ્વાર અકસ્માત, 7 વિદ્યાર્થીઓના મોત, અનેક ઘાયલ
Assam Road Accident:આસામના ગુવાહાટીથી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર ગુવાહાટીના જલકુબારી વિસ્તારમાં રવિવારે (28 મે) રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ રોડ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આસામમાં ગમખ્વાર અકસ્માત, 7 વિદ્યાર્થીઓના મોત, અનેક લોકોને ઇજા
આ પણ વાંચો: Ayodhya Blast : અયોધ્યામાં રામ જન્મભૂમિ શ્રુંગાર હાટ નજીક વિસ્ફોટ, મચી અફરા-તફરી
Ayodhya News: અયોધ્યામાં થાના રામ જન્મભૂમિના શૃંગાર હાટમાં શંકાસ્પદ સંજોગોમાં નિર્માણાધીન દુકાનમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં દુકાનમાં કામ કરતા મજૂર અનિલનો હાથ ગુમાવ્યો હતો. આ સાથે જ તેના પેટમાં છરો પણ છે, મજૂરને ગંભીર હાલતમાં શ્રી રામ હોસ્પિટલથી ટ્રોમા સેન્ટર દર્શન નગરમાં રિફર કરવામાં આવ્યો છે.
જોરદાર વિસ્ફોટના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ ઉભો થયો હતો. આ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નિર્માણાધીન દુકાનના માલિકનો દાવો છે કે, વિસ્ફોટ ફટાકડાના કારણે થયો હતો. અહીં વિસ્ફોટ બાદ પોલીસે ઊંડી તપાસ શરૂ કરી હતી.
જણાવી દઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર છે. હાલમાં જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોશિયલ મીડિયા પર રામ મંદિરના નિર્માણની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં રામ મંદિરની ભવ્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને 2024 સુધીમાં ભક્તો માટે ખોલવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.