શોધખોળ કરો
નવી નોકરીઓને લઈ કેન્દ્ર સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 2.0 હેઠળ સરકારે મહત્વના ફેંસલા લીધા છે.
![નવી નોકરીઓને લઈ કેન્દ્ર સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત Finance Minister Nirmala Sitharaman statement on new jobs નવી નોકરીઓને લઈ કેન્દ્ર સરકારે લીધો મોટો ફેંસલો, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/12195744/nirmala.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દેશમાં સુસ્તીથી પસાર રહેલા અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવી રહી છે. જે અંતર્ગત નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 2.0 હેઠળ સરકારે મહત્વના ફેંસલા લીધા છે. જે કર્મચારીઓ પહેલા પીએફ સાથે રજિસ્ટર્ડ નહોતા અને જેમનો પગાર 15 હજારથી ઓછો છે તેમને આ યોજનાનો વિશેષ લાભ મળશે. જે લોકો ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધી નોકરીમાં નહોતો પરંતુ તે બાદ પીએફમાં જોડાયા છે તેમને લાભ મળશે. યોજના 30 જૂન 2021 સુધી લાગુ રહેશે.
સરકાર બે વર્ષ સુધી 1000 સુધીની સંખ્યાવાળા કર્મચારીઓની સંસ્થાને નવા ભરતી થનારા કર્મચારીને પીએફનો પૂરો 24 ટકા હિસ્સો સબ્સિડી તરીકે આપશે. 1 ઓક્ટોબર,2020થી લાગુ થશે. 1000થી વધારે કર્મચારીઓવાળી સંસ્થામા નવા કર્મચારીના 12 ટકા પીએફના યોગદાન માટે સરકારે બે વર્ષ સુધી સબ્સિડી આપશે. તેમાં લગભગ 95 ટકા સંસ્થા આવરી લેવાશે અને કરોડો કર્મચારીઓને ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)