શોધખોળ કરો

Mahadev Betting App: EDની ચાર્જશીટમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું પણ નામ,મુખ્ય આરોપીએ કર્યો હતો આ ખુલાસો

મહાદેવ સત્તા એપ કેસના મુખ્ય આરોપીઓમાંથી એક અસીમ દાસે દાવો કર્યો છે કે, વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા અને પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

Mahadev Betting App Case: સટ્ટાબાજી માટે કુખ્યાત એપ 'મહાદેવ બેટિંગ એપ'ના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે. ચાર્જશીટમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ સામેલ છે. EDએ 5 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં શુભમ સોની, અમિત કુમાર અગ્રવાલ, રોહિત ગુલાટી, ભીમ સિંહ અને અસીમ દાસના નામ છે.

EDની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ધરપકડ કરાયેલ આરોપી અસીમ દાસ ભારતમાં મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટર માટે કુરિયરનું કામ કરતો હતો. તાજેતરના દરોડામાં તેના ઠેકાણાઓમાંથી લગભગ રૂ. 5.39 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

ભૂપેશ બઘેલનો દાવો છે કે, તેમને 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે

હવે ચાર્જશીટમાં ભૂપેશ બઘેલનું નામ આવ્યા બાદ તેની મુશ્કેલીઓ વધી શકે છે. ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે અસીમ દાસે એજન્સીને કહ્યું કે આ પૈસા કોંગ્રેસ નેતા અને રાજ્યના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને તાજેતરની છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન મોકલવામાં આવ્યા હતા. અસીમ દાસે એમ પણ કહ્યું હતું કે મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ દ્વારા ભૂપેશ બઘેલને કુલ 508 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

અસીમ દાસે પોતાના પહેલા નિવેદનથી પીછેહઠ કરી હતી

નોંધનીય છે કે, આરોપી અસીમ દાસે 12 ડિસેમ્બરે નવું નિવેદન નોંધાવ્યું  હતું અને પોતાનું જૂનું નિવેદન ખોટું જાહેર કર્યું હતું. તેણે કહ્યું કે તેણે 3 નવેમ્બરે ભૂપેશ બઘેલ વિરુદ્ધ જે દાવો કર્યો હતો તે ખોટો હતો. તેણે કોઈ પ્રભાવશાળી વ્યક્તિના દબાણમાં આવું કર્યું હતું. જો કે, હવે તેણે ફરીથી પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે અને તેના અગાઉના નિવેદન પર અડગ છે. તમને જણાવી દઈએ કે, 3 નવેમ્બર, 2023ના રોજ અસીમ દાસે કહ્યું હતું કે મહાદેવ એપના પ્રમોટરોએ એક રાજનેતા બઘેલને ચૂંટણી ખર્ચ માટે કરોડો રૂપિયા આપ્યા હતા.

ભૂપેશ બઘેલે આરોપોને નકારી કાઢ્યા હતા

એ વાત જાણીતી છે કે ચૂંટણી પહેલા જ મહાદેવ સત્તા એપ કેસમાં ભૂપેશ બઘેલનું નામ સામે આવ્યું હતું, જે દરમિયાન પૂર્વ સીએમએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે તત્કાલીન વિપક્ષી પાર્ટી ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે EDનો ઉપયોગ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે

Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 

Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા

કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો

ABP Premium

વિડિઓઝ

Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધAhmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફીBhavnagar Lion Threat : ભાવનગરના સોસિયા ગામમાં સિંહના આંટાફેરાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?

શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 

ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત

Embed widget