દિગ્ગજ ક્રિકેટર જાડેજાનું કોરોનાના કારણે થયું નિધન, ક્રિકેટ જગતમાં શોકની લહેર
સોરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર જાડેજાનું કોરોનાના કારણે નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ આજે વલસાડમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
સોરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર જાડેજાનું કોરોનાના કારણે નિધન થયું છે. કોરોનાની સારવાર બાદ આજે વલસાડમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
કોરોનાએ એક પૂર્વ ક્રિકેટરનો ભોગ લીધો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોશિએશને આ મામલે જાણકારી આપી છે. તેમના નિધનના સમાચારથી ક્રેકિટ જગતમાં શોક વ્યાપી ગયો છે.
ભારતના પૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપ સિંહ જાડેજાનું મંગળવારે કોવિડ -19ના સંક્રમણના કારણે નિધન થયું છે. તેઓ 69 વર્ષના હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોશિએશને આ મામલે જાણકારી આપી છે. તેઓ મૂળ જામનગરના હતા. અંબાપ્રતાપસિંહજી જાડેજા ફાસ્ટ બોલિંગના કારણે ફાસ્ટ બોલર તરીકે નામના મેળવી હતી. ભારત ક્રિકેટ બોર્ડના પૂર્વ સચિવ નિરંજન શાહે શોક પ્રગટ કરતા કહ્યું કે, “ તેઓ એક શાનદાર ખેલાડી હતા. તેઓ 8 રણજી રમી ચૂક્યા છે. જેમાં તેમણે 11.11ની એવરેજથી 100 રન બનાવ્યાં હતા. તો તેઓ ફાસ્ટ બોલર હતા. તેમણે 17ની એવરેજથી 10 વિકેટ ઝડપી હતી.
IPLમાં અમદાવાદની ટીમના હેડ કોચ બનસે ભારતના આ ભૂતપૂર્વ બોલર, ગેરી કર્સટન
આઇપીએલ 2022ની સિઝન માટે તૈયારી શરૂ થઇ ગઇ છે. આ વખતે આઇપીએલમાં બે નવી ટીમો ઉમેરાઇ રહી છે, પહેલા આઠ ટીમો આઇપીએલની મેચો રમતી હતી, હવે અમદાવાદ અને લખનઉ ટીમની એન્ટ્રી થતા આઇપીએલની ટીમો વધીને કુલ 10 થઇ ગઇ છે.
બે નવી ટીમોએ ખેલાડીઓ અને કૉચિંગ સહિત સ્ટાફની ભરતી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, ત્યારે આ બધાની વચ્ચે રિપોર્ટ છે કે, અમદાવાદની ટીમ એક મોટો દાંવ રમવા જઇ રહી છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આશિષ નેહરા અમદાવાદની ટીમનો હેડ કોચ બનશે જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાંથી રમી ચૂકેલો મૂળ ગુજરાતી વિક્રમ સોલંકી ક્રિકેટ ડિરેક્ટર બનશે. વિક્રમ સોલંકી બેટિંગ કોચ તરીકે પણ કામ કરશે.
ભારતીય ટીમને 2011માં વર્લ્ડ કપ જીતાડનારા હેટ કોચ ગેરી કર્સટન ટીમના મેન્ટર બનશે. બોર્ડ દ્વારા આ મહિને અમદાવાદ ટીમને લેટર ઓઉ ઈન્ટેન્ટ આપી દેવાય પછી આ નિમણૂકો કરાશે. નેહરા આ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કોચ હતા. ગેરી કર્સ્ટન પણ બેંગલોરની ટીમ સાથે જોડાયેલા હતા.
આ પહેલાં એવા અહેવાલ આવ્યા હતા કે, ટીમના હેડ કૉચ રવિ શાસ્ત્રી અમદાવાદની ટીમના કૉચ બની શકે છે. ક્રિકબઝના રિપોર્ટમા દાવો કરાયેલો કે, રવિ શાસ્ત્રી અમદાવાદ ટીમના કૉચ બની શકે છે અને તેમની સાથે સપોર્ટ કૉચ તરીકે ભરત અરુણ અને આ શ્રીધર પણ અમદાવાદ સાથે જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ત્રણેયનો ટીમ ઇન્ડિયા સાથેનો કૉચિંગ કૉન્ટ્રાક્ટ પુરો થઇ ગયો છે. હાલ રવિ શાસ્ત્રીની જગ્યાએ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના હેડ કૉચ તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે