શોધખોળ કરો

રૂપાણી સરકારમાં થશે મોટા ફેરફાર, જાણો ક્યાં 5 પ્રધાનોનાં પત્તાં કપાવાની ચાલી રહી છે વાતો ?

એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, ભાજપના ચાર ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાશે અને વર્તમાન પ્રધાનોમાંથી રાજ્ય કક્ષાના એક પ્રધાનને બઢતી આપીને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવવામાં આવશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ થવાની અટકળો તેજ બની છે. આ વિસ્તરણમાં રૂપાણી સરકારના પાંચ પ્રધાનોનાં પત્તાં કપાઈ જશે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. રૂપાણીના મંત્રીમંડળમાંથી જેમનાં પત્તાં કપાવાની અટકળ ચાલી રહી છે તેમાં કેબિનેટ કક્ષાના પ્રધાન આર.સી.ફળદુ અને ઇશ્વર પરમાર ઉપરાંત વિભાવરીબેન દવે, કુમાર કાનાણી અને વાસણ આહિરનો સમાવેશ થાય છે. આ પૈકી ફળદુને વિધાનસભાના સ્પીકર બનાવાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ક્યારે યોજાશે તે નક્કી નથી પણ આ પેટાચૂંટણી પહેલાં જ મંત્રીમંડળનુ વિસ્તરણ થશે તેવી અફવાએ જોર પકડયુ છે. અત્યારે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, ભાજપના ચાર ધારાસભ્યોનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાશે અને વર્તમાન પ્રધાનોમાંથી રાજ્ય કક્ષાના એક પ્રધાનને બઢતી આપીને કેબિનેટ દરજ્જાના પ્રધાન બનાવવામાં આવશે. હાલમાં પ્રદીપસિંહ જાડેજા રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન છે. તેમને કેબિનેટ મંત્રી બનાવીને તેમનું ખાતું બદલવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પ્રદેશ પ્રમુખપદેથી મુદત પૂરી કરનારા જીતુ વાઘાણી, વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી અને આત્મારામ પરમારને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાઈ શકે છે. આત્મારામ પરમાર હાલમાં ધારાસભ્ય નથી પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પ્રવિણ મારૂને બદલે તેમને ગઢડામાંતી લડાવવાની વાતો ચાલી રહી છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા બ્રિજેશ મેરજા અને ભાજપના દંડક પંકજ દેસાઇ પણ રાજ્ય કક્ષાના પ્રધાન બની શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો

અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય

ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર

'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો

ABP Premium

વિડિઓઝ

Gandhinagar: આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ: ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણયAmit Chavda: સરસ્વતી સાધના યોજનાની સાયકલ ખરીદીમાં કૌભાંડનો વિપક્ષનો આરોપGujarat Board Exam: આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રો પરSurat Texttile Market Fire: 450 દુકાનો બળીને ખાખ, વેપારીઓ રડી પડ્યા | Abp Asmita | 27-2-2025

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
ગુજરાતમાં ધોરણ 1, 6 થી 8 અને 12 ના પાઠ્યપુસ્તકો બદલાશે, જાણો ક્યા વિષયમાં થશે ફેરફાર
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
'તું તારાં માતાપિતાની વાતોમાં આવી ગઈ...', સાસરીયાં અને પત્નીના ત્રાસથી કંટાળી સુરેન્દ્રનગરના યુવકે ફાંસો ખાધો
Prayagraj: મહાકુંભના સફાઈ કર્મચારીઓને CM યોગીની ભેટ, 10 હજાર રૂપિયાનું બોનસ અને 5 લાખ સુધીની સારવાર ફ્રી

Election: મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે કેવી રીતે જીતી ચૂંટણી? મમતા બેનર્જીનો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ

Mahakumbh 2025: મહાકુંભના સમાપન પર PM મોદીએ માંગી માફી, લખ્યું અમારી......

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતને મોટો ફટકો,બહાર થઈ શકે છે શુભમન ગિલ?

Embed widget