MALDHARI MAHASAMMELAN: માલધારી વેદના મહાસંમેલનમાં હજારો લોકો ઉમટી પડ્યા, સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ
MALDHARI MAHASAMMELAN: આજે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા છે.
MALDHARI MAHASAMMELAN: આજે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે જ માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો.
સમાજના પ્રવકતા નાગજીભાઈ દેસાઈએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું, કે ગુજરાત સરકાર ઢોર અંકુશ નિયંત્રણ કાયદો જે વર્ષ 2022માં લાવી છે તે કાયદો સરકારી પડતર જમીન અંગે ગૌચરો તળાવો તેમના માનિતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનું બિલ છે. પ્રજાજનોને ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે કે ઢોર રસ્તા ઉપર આવતા પશુઓથી અકસ્માત થાય છે તે અંગેનો ઢોર અંકુશ નિયંત્રણ ભીલ છે જે ખરેખર તો ખુદ માલધારી સમાજ વારંવાર રજૂઆત કરે છે કે રોડ રસ્તા ઉપર પશુઓથી નિર્દોષ લોકોના અકસ્માત થાય છે તે વ્યાજબી નથી.
કોર્પોરેશન વાળા કે ઢોર પકડવાની કામગીરી યોગ્ય છે પરંતુ સરકાર બે ધારી નીતિ રાખીને એક બાજુ માલધારીઓને પશુઓ વગર ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, બીજી બાજુ નિર્દોષ રાહદારીઓને અકસ્માતનો ભોગ બનવું પડ્યું છે. સાથે સાથે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા ગાયો ડબ્બામાં પૂરવામાં આવ્યા છે તે ગાયો નીતિ નિયમ મુજબ દંડ લઈને છોડવામાં આવતી નથી.
હવે સરકાર સામે એસટી નિગમના સંગઠનોએ મોરચો માડ્યો
અમદાવાદ: ગુજરાત સરકાર હાલમાં એક પછી એક આંદોલનનો સામનો કરી રહી છે. જો કે રાજ્ય સરકારની ચિંતા હજુ વધવાની શક્યતા છે. કારણ કે, હવે એસટી નિગમનું સંગઠન સરકારની સામે પડ્યું છે. પોતાની 13 અલગ અલગ માંગણીઓના પડતર પ્રશ્નના ઉકેલ લાવવા ત્રણ સંગઠન મેદાને પડ્યા છે. ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફાઉન્ડેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડલ અને ગુજરાત એસટી મજૂર મહાસંઘ હવે સરકાર સામે કેટલીક માગો રાખી છે. 13 માંગણીઓના પ્રશ્ન મામલે 22 સપ્ટેમ્બરથી એસટીના પૈડા થંભી જવાના અણસાર છે.
ત્રણેય સંગઠનોની મુખ્ય માગણીઓ ઉપર નજર કરીએ તો,
- ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પેમાં વધારો અમલી
- મોંઘવારી ભથ્થા પેટે 17 ટકાની ચુકવણી કરાઈ નથી
- વર્ષ 1997 બાદ ભથ્થામાં કોઈ સુધાર નહિ
- એસટીના કર્મચારીઓને સાતમા પગા પંચનો લાભ
- હક્ક રજાની રોકડમાં ચુકવણીની પણ સરકાર સામે માગ
- રોજમદાર,બદલી કામદાર અને વર્ગ 4ના કામદારોને એક્સગ્રેસીયા બોનસનો લાભ મળે
સરકાર સામે વધુ એક આંદોલનના મંડાણ
ગુજરાતમાં હાલ આંદોલનનનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષકોથી લઈને આરોગ્ય કર્મચારીઓના મંડળોએ સરકાર સામે મોરચો માડ્યો છે. આંદોલનના ચક્રવ્યૂમાં ફસાયેલ રાજ્ય સરકારની મુશ્કેલીઓમાં વધુ વધારો થઈ શકે છે. વિવિધ માંગણીઓને લઈને હવે ચોથા વર્ગના કર્મચારીઓએ પણ સરકાર સામે મોરચ માંડ્યો છે. વિવિધ માગોને લઈને આવતીકાલે ચોથા વર્ગના કર્મચારી ધરણા પ્રદર્શન કરશે. વર્ગ 4ના કર્મચારીઓની નિયમિત ભરતી, જૂની પેંશન સ્કીમ, 7મા પગારપંચના ભથ્થાઓનો લાભ, વય નિવૃત્તિ 60થી વધારી 62 કરવી, વર્ગ ચારના કર્મચારીને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઈને તેઓ ધરણા પર ઉતરશે.