ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલનો વિરોધ, જાણો હાર્દિક પર કોણે ફેંકી શ્યાહી?, જુઓ વિડીયો
Hardik Patel પર એક યુવકે શ્યાહી ફેંકવાનો પ્રયાસ કર્યો છે.
![ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલનો વિરોધ, જાણો હાર્દિક પર કોણે ફેંકી શ્યાહી?, જુઓ વિડીયો After joining BJP, a youth man tried to throw ink on Hardik Patel in kamalam gandhinagar ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલનો વિરોધ, જાણો હાર્દિક પર કોણે ફેંકી શ્યાહી?, જુઓ વિડીયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/02/7ed11aca5dff6803412f00787f64f0b7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gandhinagar : ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ઘોર વિરોધી રહેલો હાર્દિક પટેલ (Hardik Patel) આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે. જો કે હાર્દિકના ભાજપમાં જોડાવા પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિરોધ ધરૂ થઇ ગયો હતો, તો બીજી બાજુ પાટીદાર સમાજમાં પણ હાર્દિકનો ઉગ્ર વિરોધ થઇ રહ્યો હતો. જો કે આજે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહીતના ભાજપના આગેવાનોની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાયો છે.
જે રીતે હાર્દિક પટેલનો વિરોધ થઇ રહ્યો હતો એ જોતા પહેલથી જ તેના પર હુમલો થવાની આશંકાએ કમલમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આ મ છતાં એક યુવકે હાર્દિક પટેલ પર શ્યાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ યુવક હાર્દિક પર શ્યાહી ફેંકવામાં સફળ થયૉ નહતો. પોલીસ આ યુવકને પકડીને કમલમની બહાર લઇ ગઈ હતી અને કાર્યવાહી કરી હતો. આ યુવકની હજી સુધી ઓળખાણ થઇ શકી નથી.
હાર્દિકે પીએમ મોદીને ગણાવ્યા દેશનું ગૌરવ
ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેલા હાર્દિક પટેલ (Hardik Patel) ગુરુવારે ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થઇ ગયો છે. હાર્દિક પટેલ બીજેપીના કાર્યલાય કમલમમાં વિધિવત રીતે બીજેપીમાં સામેલ થઇને બીજેપીનો ખેસ પહેરી લીધો છે. હાર્દિક બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, નીતિન પટેલ સહિતના દિગ્ગજોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ચૂક્યો છે. આ પ્રસંગે હાર્દિક પટેલે દાવો કર્યો છે કે તે આગામી સમયમાં કોંગ્રેસના ધારાસભ્યોને પણ બીજેપીમાં ખેંચી લાવશે.
બીજેપીમાં સામેલ થતાંની સાથે જ હાર્દિકે સમાજ હિત, દેશ હિતમાં મોદીજીની સાથે નાનો સિપાહી બનીને કામ કરવાની વાત કહી હતી. હાર્દિકે કહ્યું કે પીએમ મોદી વિશ્વ ગૌરવ છે, પાટીદાર નેતાએ કહ્યું કે, રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત તથા સમાજહિતના આ ભગીરથ કાર્યમાં આગળ વધવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે રાષ્ટ્ર સેવાનુ કામ ચાલી રહ્યું છે, તેમાં નાનો સિપાહી બનીને કામ કરવા માટે નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યો છું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)