(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદઃ ધોળકામાં સગીરા પર સામૂહિક બળાત્કાર, પોલીસે આઠ આરોપીની કરી ધરપકડ
અમદાવાદના ધોળકામાં સગીરા પર સામૂહિક દૂષ્કર્મ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના ધોળકામાં સગીરા પર સામૂહિક દૂષ્કર્મ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 8 નરાધમોની ધરપકડ કરી હતી. તમામના મેડિકલ ચેક કરવામા આવશે. આરોપીઓએ 15 ર્ષીય સગીરા પર સામૂહિક દૂષ્કર્મ આચર્યું હતું. શખ્સો સગીરાને લિફ્ટ આપવાના બહાને ગામથી બેથી ત્રણ કિમોમીટર દૂર લઈ ગયા અને અવાવરૂ જગ્યા પર લઈ જઈ દૂષ્કર્મ આચર્યું હતું. સામૂહિક દૂષ્કર્મની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. જો કે બાદમાં ફરિયાદ કરવામા આવતા પોલીસે તપાસ શરૂ કરી અને 8 નરાધમોની ધકપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હૉટ એક્ટ્રેસને પોલીસે ચોરી કરતાં રંગેહાથે ઝડપી
ફિલ્મોની હીરોઇન પર એક ગંભીર આરોપ લાગ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આ એક્ટ્રેસ છે બંગાળી ફિલ્મોની અભિનેત્રી રૂપા દત્તા. રૂપા દત્તા બંગાળી ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે, હવે તેને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, રૂપા દત્તા (Rupa Dutta) ને પૉકેટમારવાના કેસમાં પોલીસે પકડી લીધી છે. આ ઘટના કોલકત્તાના આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા (Kolkata International Book Fair) દરમિયાન ઘટી છે.
કોલકત્તાના વિધાન નગર ઉત્તર પોલીસ સ્ટેશનના સુત્રો અનુસાર, ગયા શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં એક બેગ ફેંકતા જોઇને પોલીસે તેને લઇને શંકા થઇ, ત્યારબાદ પુછપરછ દરમિયાન ચોંકાવનારી જાણકારી સામે આવી. પોલીસે શંકાના આધારે મહિલાની પુછપરછ શરૂ કરી. આ સાથે બેગની પણ તપાસ કરી હતી. જેમાં પોલીસને કેટલીક મની બેગ મળી આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અભિનેત્રી પાસેથી 75 હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે. રૂપા દત્તા એ જ અભિનેત્રી છે જેણે થોડા વર્ષો પહેલા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.પોલીસ પૂછપરછમાં એ માહિતી મળી શકી નથી કે આખરે અભિનેત્રી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આ દરમિયાન મહિલાએ પાકીટ મારવાની કબૂલાત કરી છે.