શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ અક્ષરધામ હુમલાના મુખ્ય સૂત્રધારને ગુજરાત ATSએ કાશ્મીરમાંથી ઝડપ્યો
નોંધનીય છે કે વર્ષ 2002માં ગાંધીનગરના અક્ષરધાન મંદિરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાના સંદર્ભમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય કાવતરાખોર પોલીસના હાથમાં આવ્યો નહોતો.
ગાંધીનગરઃ ગાંધીનગરના અક્ષરધામ ખાતે 2002માં થયેલા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ યાસીન ગુલામ બટ્ટને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ દ્ધારા કેન્દ્રિય ગુપ્તચર એજન્સીઓની મદદથી યાસીનને કાશ્મીરના અનંતનાગથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને ATS રાખવામાં આવશે.બાદમાં ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવશે.
નોંધનીય છે કે વર્ષ 2002માં ગાંધીનગરના અક્ષરધાન મંદિરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાના સંદર્ભમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય કાવતરાખોર પોલીસના હાથમાં આવ્યો નહોતો. અક્ષરધામના તમામ આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા કોર્ટ દ્ધારા ફટકારવામાં આવી હતી.
આ અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે, અક્ષરધામ હુમલાના મુખ્ય આરોપી યાસીન ગુલામ બટ્ટની અનંતનાગ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેને દિલ્હીથી હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ આતંકવાદીઓને પકડી લેવામાં સક્ષમ છે તેનો આ પુરાવો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion