Accident: ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેનાં મોત
ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો
![Accident: ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેનાં મોત An accident took place between a car and an Activa near Koba Circle in Gandhinagar Accident: ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બેનાં મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/73bace95ff199c075343cef48062cf84168715353801974_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગાંધીનગરમાં કોબા સર્કલ નજીક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીત ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતને પગલે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ સર્જાયો હતો. હાઇવે પર ટ્રાફિક સર્જાતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એક જ દિવસમાં હીટ એન્ડ રનની બે ઘટના
ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં બે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બન્ને ઘટનામાં લોકોના મોત થયા છે. પ્રથમ ઘટના વિરમગામ બહુચરાજી હાઈવેની છે જ્યાં સીતાપુર ગામ પાસે બની હીટ એન્ડ રનની ઘટના નસામાં ધુત કાર ચાલકે ચાર એક બાઈક ચાલક અને ત્રણ રહાદારીને ટક્કર મારતા એક મહિલાનું મોત અને ચાર લોકો થયા ઘાયલ થયા હતા. કાર લઇ ભાગવા જતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ વિરમગામ બહુચરાજી હાઇવે પર ફરી હીટ એન્ડ રનની ઘટના બની હતી. નશામાં ધુત કાર ચાલકે અમદાવાદ જીલ્લાના સીતાપુર ગામ પાસે એક કાર ચાલક અને ચાર જેટલા રાહદારીને ટક્કર મારી ભાગ્યો હતો જોકે આ કાર ચાલક બહુચરાજી આવતા બહુચરાજી પોલીસે તેને કોર્ડન કરી રોકી લીધો હતો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું જો કે આ કાર ચાલક એટલો નસાની હાલતમાં હતો કે તેનું ખુદનુ ભાન પણ હતું નહીં.
GJ13AR8276 ના આ કાર ચાલકે વિરમગામ નશો કરી કાર લઇ બહુચરાજી તરફ આવ્યો હતો ત્યારે બહુચરાજી ૧૫ કિમી આગળ હાસલપુર ગામ પાસે તેને સ્કૂટર પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી જેમાં મહિલાનું મોત થયું હતું તો પતિ ગંભીર રોતે ઘાયલ થયો છે. જો કે અહી અકસ્માત સર્જી આ કાર ચાલક ભાગ્યો અને બહુચરાજી પાસે આવતા આવતા વધુ ત્રણ રાહદારને ટક્કર મારી હતી.
જો કે હીટ એન્ડ રણ કરનાર કાર ચાલક નશાની હાલતમાં હતો તેની ગાડી પર ભાજપનો ખેસ પણ બધેલ હતો જો કે દારૂના નશામાં કાર ચલાવી હીટ એન્ડ રની ઘટનાને અંજામ આપનારને બહુચરાજી પોલીસની મદદ થી પકડાઈ ગયો છે.
બીજી હીટ એન્ડ રનની ઘટના દાહોદમાં બની હતી જેમાં એકનું મોત થયું હતું. એસ ટી બસે મોપેડ ચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. રાત્રી દરમિયાન બનેલી ઘટનામા મોપેડ ચાલકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ શહેરના આઈ ટી આઈ સામે આ ઘટના બની હતી. એસ ટી બસ ચાલક મોપેડને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. એસ ટી બસ લીમડી તરફથી દાહોદ આવતી હતી. છાપરી ગામના સંજય કિશોરીનું ઘટનામાં મોત થયું છે. મુતદહેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે. પોલીસ ઘટના સથળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)