શોધખોળ કરો

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 35000થી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું, ગુણોત્સવ 2.0 કુલ ચાર તબક્કામાં યોજાશે

વર્ષ 2019 થી 2024 દરમિયાન સરેરાશ ૩૫ હજારથી વધુ શાળાઓમાં એક્રેડિટેશન કરવામાં આવ્યું છે

વિકસિત રાષ્ટ્રના નિર્માણના પાયામાં શિક્ષણ રહેલું છે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત દેશની વિભાવના સાર્થક થશે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી શિક્ષિત રાજ્ય બનવાની નેમ શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવા દિશા અને વિચારો સાથે આગળ ધપાવી રહ્યા છે.

વર્ષ ૨૦૦૯થી ચાલતા ગુણોત્સવમાં શિક્ષણમાં બદલાતા પ્રવાહોનો સમાવેશ કરી વર્ષ ૨૦૧૯થી ગુણોત્સવ ૨.૦ એટલે કે સ્કૂલ એક્રેડિટેશનનું નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન સરેરાશ ૩૫ હજારથી વધુ શાળાઓમાં એક્રેડિટેશન કરવામાં આવ્યું છે. જેના થકી શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે.

રાજ્યમાં આ વર્ષનો ગુણોત્સવ ૨.૦ કુલ ચાર તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ અને બીજા સોપાનની કામગીરી ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ સુધી યોજાશે. જેમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લેવાશે. સાથે જ આશ્રમશાળાઓમાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે. ગુણોત્સવ ૨.૦ માટે પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની માર્ગદર્શિકા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં કુલ ચાર ક્ષેત્રમાં સ્કૂલ એક્રેડિટેશન પ્રક્રિયા હાથ ધરાશે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ સ્કૂલ એક્રેડિટેશનના ત્રીજા સોપાનમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં હાજરી, સામયિક કસોટી, સત્રાંત કસોટી, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા, બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CET), મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા (CGMS) જેવી નવી બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે ચોથા સોપાનમાં રાજ્યમાં સ્કૂલ એક્રેડિટેશન થયેલ શાળાઓ પૈકીની મહત્તમ 33 ટકા સુધીની શાળાઓનું વેરિફાયર્સ (સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ) દ્વારા ક્રોસ વેરિફિકેશન બાદ શાળાઓના રિપોર્ટ કાર્ડ પ્રસિદ્ધ કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લાના આચાર્યો, મુખ્ય શિક્ષકો તેમજ સી.આર.સી કોઓર્ડિનેટરને સ્કૂલ અક્રેડીટેશન ફ્રેમ વર્ક સંબંધે જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા શુભાશયથી DIKSHA Portal પર ઓનલાઇન કોર્સિસ પણ મુકવામાં આવ્યા છે, જે રાજ્યના તમામ શિક્ષકોને સમયસર અને ઝડપી માર્ગદર્શન આપવામાં મદદરૂપ સાબિત થશે.                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર
Embed widget