![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?
રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
![રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત? Announcement of recruitment of talati cum mantri in the State રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાની થશે શરૂઆત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/27/ccd89e80cb10aa107b0bd42fa2b528e6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે.પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ આવતીકાલથી https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે.
નરેશ પટેલને પક્ષમાં જોડાવવા કોગ્રેસનું આમંત્રણ
ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે કોંગ્રેસ પ્રભારીનું મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરવા અમે તૈયાર છીએ, તેમ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. નરેશ પટેલ મોટો સામાજિક ચહેરો. બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ આખરી નિર્ણય લેશે.
રઘુ શર્માએ કહ્યું કે, શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું સ્વાગત છે. જગદીશ ઠાકોરે પણ કોંગ્રેસમાં સ્વાગત અંગે આપ્યા સંકેત. નરેશ પટેલ સહિતના સામાજિક નેતાઓ સાથે ચર્ચા ચાલી રહી છે. સામાજિક નેતાઓ અને કોંગ્રેસ બંને એક બીજાના સંપર્કમાં છે. જરૂર પડે કોંગ્રેસ પન્નાઓ ખોલશે.
નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા અંગે MLA લલિત કગથરાનું નિવેદન. અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ગુજરાતને 2022માં ભાજપ મુક્ત કરવા માટે તમામ તાકાત એક થાય એ જરૂરી. સરકાર સામે આંદોલન કરનારનો ગોલ એક છે. અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવા માટે મળ્યા હતા. નરેશભાઈ પટેલને માત્ર પાટીદાર તરીકે ના મૂલવી શકાય. નરેશભાઈ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ કોંગ્રેસમાં આવે તો તેમના માટે લાલ લાજમ. કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર નરેશભાઈને લઈ ઉત્સાહી.
નરેશભાઈ પટેલ અંગે કોંગ્રેસના MLA લઈ લલિત વસોયાનું નિવેદન. નરેશભાઈ પાર્ટીમાં આવે એવું ઇચ્છીએ છીએ. કોંગ્રેસ પાર્ટીએ નરેશભાઈ સાથે વાર્તાલાપ કર્યો છે. નરેશભાઈ જલ્દી પાર્ટીમાં જોડાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. નરેશભાઈ સમાજને પૂછીને નિર્ણય જાહેર કરશે. પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસ પ્રભારીને સોંપશે રિપોર્ટ. સુરત મુલાકાત અને કથીરિયા મુલાકાત અંગે આપશે રિપોર્ટ. સુરતથી સૌરાષ્ટ્રની રાજનીતિને પ્રભાવિત કરવા પ્રયાસ. સૌરાષ્ટ્રના સામાજિક આગેવાનો સાથે સુરતમાં થઈ હતી મુલાકાતો. 4 પાટીદાર ધારાસભ્યોએ અલ્પેશ કથીરિયા સહિતના સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)