શોધખોળ કરો
Advertisement
#Article370 મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ શું કર્યુ ટ્વિટ, જાણો વિગત
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીનેલખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમત શાહને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક અને સાહસિક નિર્ણય માટે અભિનંદન. કાશ્મીર ભારતનો મુગટ છે અન આજનો ઐતિહાસિક દિવસ ભારતના સુવર્ણ ઈતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે. આ નિર્ણય શ્યામા પ્રસાદ મુખર્જીને એક સાચી શ્રદ્ધાંજલિ છે.
ગાંધીનગરઃ રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. તેની સાથે જ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો હતો. શાહની જાહેરાત બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. આર્ટિકલ 370 હટતાં જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં રહે. કાશ્મીરને લઈ મોટી જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં ઊજવણીનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબમુખ્ય મંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ નિર્ણયને આવકાર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીનેલખ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમત શાહને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક અને સાહસિક નિર્ણય માટે અભિનંદન. કાશ્મીર ભારતનો મુગટ છે અન આજનો ઐતિહાસિક દિવસ ભારતના સુવર્ણ ઈતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે. આ નિર્ણય શ્યામા પ્રસાદ મુખર્જીને એક સાચી શ્રદ્ધાંજલિ છે.कश्मीर भारत का मुकुट है और आज का ऐतिहासिक दिन भारत के स्वर्णिम इतिहास का एक महत्वपूर्ण अध्याय बनेगा। यह निर्णय निश्चय ही श्यामा प्रसाद मुखर्जी जी को एक सच्ची श्रद्धांजलि है।#BharatEkHai
— Vijay Rupani (@vijayrupanibjp) August 5, 2019
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને લખ્યું, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને લખ્યું દેશના દાયકાઓ જુના કાશ્મીરના ગંભીર પ્રશ્નના નિરાકરણ માટે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કલમ- 370 રદ કરતું બીલ બહુમતીથી પસાર કરાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ખૂબ ખૂબ અભિનંદન.#BharatEkHai pic.twitter.com/uUGvkiB8S0
— Nitin Patel (@Nitinbhai_Patel) August 5, 2019
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને લખ્યું, સ્વતંત્રતાના 72 વર્ષ પછી આજે સમગ્ર દેશ આઝાદી પછીની આઝાદી અનુભવી રહ્યો છે.
પ્રદિપ સિંહે જણાવ્યું, “ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં જે જાહેરાત કરી હતી તેને દેશના ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં રજૂ કરી અને સૌના સ્વપ્નને પુરૂ કર્યુ છે. આર્ટિકલ 370 અને 35-Aને નાબૂદ કરવાનો જે સંકલ્પ પ્રસ્તૂત કરાયો છે તે દેશના અનેક લોકોની અપેક્ષા પુરી કરવા સમાન છે. ” #Article370 ભાવનગરમાં સાધુએ અનોખી રીતે કરી ઉજવણી, તોપ ફોડી સલામી આપી સરકારના નિર્ણયને આવકાર્યો #Article370 ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી મનાવ્યો જશ્ન, જુઓ તસવીરોThank you Hon PM Shri @narendramodi ji & Home Minister Shri @AmitShah ji for historic decision of revoking #Article370 !
After almost 72 yrs since Independence, આજે સમગ્ર દેશ આઝાદી પછીની આઝાદી અનુભવી રહ્યો છે.#BharatEkhai pic.twitter.com/jtSbvp7C56 — Jitu Vaghani (@jitu_vaghani) August 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion