શોધખોળ કરો

કોરોનાના કેસ વધતા સફાળી જાગી ગુજરાત સરકાર, ગાંધીનગરમાં કંન્ટ્રોલરૂમ શરૂ કરશે

રાજ્યમાં કોરોનાના કેસમા સતત વધારો થતા ગુજરાત સરકાર સફાળી જાગી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા ફરી એક વખત ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમા સતત વધારો થતા ગુજરાત સરકાર સફાળી જાગી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા ફરી એક વખત ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે.  ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં આ નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિની સમિક્ષા માટે આયોજિત આ બેઠકમાં 10 જેટલા નોડલ ઓફિસર અને તમામ આરોગ્ય અધિકારી હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આરોગ્ય સુવિધાઓ સહિત અન્ય વિષય પણ ચર્ચા કરાઈ હતી. તમામ અધિકારીઓને ડીજીટલી એક્સિવ રહેવા પર ભાર મૂકાયો હતો. આ સાથે થર્ડ વેવની આગાહી વચ્ચે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સ્થિતિ ,ઓક્સિજનના સ્ટોકની સ્થિતિ, ૧૦૮ની ઉપલબ્ધતાની સ્થિતિ એટ એ ટાઇમ અપડેટ કરવાની રહેશે.

તે સિવાય રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોરોનાની અગાઉની બે લહેરોને જોતા અને આ વખતે પણ અમે ગંભીર છીએ. કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર જાગી હતી. અમે તમામ લોકોને અમદાવાદ કે ગાંધીનગર બોલાવવામાં બદલે અમે જિલ્લાઓમાં ગયા છીએ. એરપોર્ટના દરવાજા બંધ કર્યા હોત તો હોસ્પિટલના દરવાજા ખોલવા ન પડ્યા હોત. વિશ્વના કોરોનાના આંકડા કેન્દ્ર સરકારને શું મળતા નથી તેવો તેમણે સવાલ કર્યો હતો.

વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હવે તમે કાર્યક્રમો બંધ કરવાની વાત કરો છો તો અગાઉ ખબર નહોતી.અધિકારીઓ સંક્રમિત થયા, કેટલા મજૂરો સંક્રમિત થયા તેના આંકડા જાહેર કરવાની પણ તેમણે માંગ કરી હતી.બીજી લહેર અને આજ સુધી સરકારે શું તૈયારી કરી તે પણ સરકાર જાહેર કરે. 28 ડિસેમ્બરે 225 કેસ હતા અને આજે 3300 જેટલા છે.WHO વારંવાર સૂચના આપતું રહ્યું છતાં તમે વાયબ્રન્ટની તૈયારી કરી.નમસ્તે ટ્રમ્પ કરીને ગુજરાતના લોકોની હત્યા કરી છે. ક્યા વિભાગે વાયબ્રન્ટ માટે કેટલો ખર્ચ કર્યો તે સરકાર જાહેર કરે તેવી પણ માંગણી તેઓએ કરી હતી.

જગદીશ ઠાકોરે કહ્યું કે બે દિવસમાં કોંગ્રેસ કોરોના માટે કન્ટ્રોલરૂમ શરૂ કરશે. ઑક્સિજન પ્લાન્ટ શરૂ થયા કે નથી તે કોંગ્રેસના આગેવાનો ચેક કરશે. હોસ્પિટલની મુલાકાત પણ કોંગ્રેસના આગેવાનો લેશે. વેક્સિન ફ્રી આપો છો તો ટેસ્ટ પણ ફ્રી કરી આપો.

આ પણ વાંચો..... 

તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ

IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ

ભારતના આ મહાન ક્રિકેટરના ઘરમાં 4 લોકોને કોરોના, પુત્રી પણ કોરોનાનો ભોગ બની, તમામને ઘરે જ આઈસોલેટ કરાયા

Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Embed widget